Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

વેપારીને ફસાવી ન્યુડ વિડિયો બનાવી બ્લેકમેઈલિંગ કરાયો

સોશિયલ મીડિયા પર મિત્રતા કરી ફસાવવાનો કિસ્સો : વેપારીનો નગ્ન વિડિયો રેકોર્ડ કર્યા બાદ તેને પરત મોકલી પાંચ લાખની ખંડણીની માંગ : નિકોલ પોલીસ દ્વારા તપાસ

અમદાવાદ, તા. ૨૦ : શહેરના નિકોલમાં રહેતા પરિણીત વેપારીને સોશ્યલ મીડિયા દ્વારા મિત્રતા કરી હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોવાનો વધુ એક કિસ્સો સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. યુવતીએ વેપારી સાથે મિત્રતા કરી નગ્ન વીડિયો કોલ કરાવ્યો હતો. યુવતીએ કોલ રેકોર્ડ કર્યા બાદ યુવકને મોકલી રૂ.પાંચ લાખની ખંડણી માંગી હતી. ગભરાઇ ગયેલા વેપારીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓની શોધખોળ રૂ કરી છે. જો કે, બનાવથી સોશ્યલ મીડિયા મારફતે મિત્રતા કરતાં પહેલાં સભ્યસમાજને ચેતવણીનો સંદેશો વહેતો થયો છે. અંગે પ્રાપ્ત માહિતી મુજબ, હનીટ્રેપમાં ફસાયેલો પરિણિત વેપારી યુવક ન્યુટ્રીશનને લગતી દવાઓ વેચાવાનો બિઝનેસ કરે છે. દોઢેક મહિના પહેલા ફેસબુક પર ફિરોઝા ઓલ ગુજરાત નામથી એક ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી, રિકવેસ્ટ યુવકે સ્વીકારીને યુવતી સાથે વાતો રૂ કરી હતી.

                ત્યારબાદ ફિરોઝાએ એક દેખાવડી યુવતીનો ફોટો મોકલાવી આપ્યો હતો અને જણાવ્યું હતું કે, અમે એક સંસ્થા ચલાવીએ છીએ જેમાં રૂરીયાતમંદ અને સારા ઘરની સ્ત્રીઓને સારા પુરુષોને શારીરિક સંબંધ બાંધવા માટે સંપર્ક કરી આપીએ છીએ. રૂરિયાતમંદ સ્ત્રીઓ પુરૂષોને સારુ વળતર પણ આપે છે. અમારી સંસ્થામાં જોડાવું હોય તો પહેલા આઇડી ખોલાવવા રૂ.૬૫૦૦ સભ્ય ફી પેટે ભરવા પડશે. ત્યારબાદ અમારી સંસ્થા તમારું શારીરિક પરીક્ષણ કરશે, જેમાં તમે ફીટ પુરવાર થશો તો સ્ત્રીઓને આઇડી મોકલી આપવામાં આવશે. તેમાંથી જે સ્ત્રી પસંદ હોય તેનો સંપર્ક કરી તે જે જગ્યાએ બોલાવે ત્યાં જવાનું રહેશે. ત્યારબાદ ફિરોઝાએ વીડિયો કોલ કરવાનું કહી તમારા ગુપ્ત ભાગ અને શરીર બતાવવાનું કહેતા યુવકે નગ્ન થઇ વીડિયો કોલ કર્યો હતોપરંતુ સામેવાળી વ્યક્તિએ કેમેરા પર હાથ રાખ્યો હતો. થોડીવાર પછી ફોન કાપી નાંખ્યો હતો. યુવકને જ્યારે ફિરોઝાએ ફોન કર્યો ત્યારે તે પત્ની સાથે ઘરમાં હતો.

                પરંતુ ફિરોઝાએ શારીરિક પરીક્ષણ કરવા નગ્ન થવા જણાવ્યું હતું. જેથી બાથરૂમમાં ગયો હતો અને નગ્ન થઇ વીડિયો કોલ કર્યો હતો. ત્યારબાદ પણ ફિરોઝાએ નગ્ન થઇ વીડિયો કોલ કરવા કહ્યું હતું. ત્યારે પણ યુવક ઘરે હતો, પરંતુ લાલચમાં આવી યુવકે બાથરૂમમાં જઇ ફરી વીડિયો કોલ કર્યો હતો. વેપારી યુવકે રૂ.૬૫૦૦ રૂપિયા સભ્ય ફી પેટે ભરવાનું કહેતા તા. ડિસેમ્બરે ઋષિ હર્ષદ પ્રજાપતિના ખાતામાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કર્યા હતા અને તેનો સ્ક્રીન શોટ ફિરોઝાને મોકલી આપ્યો હતો. પછી ફિરોઝાએ યુવકને મેસેજ કરી પૂછ્યું હતું કે, તમે અમોલ દેસાઇના ગ્રુપમાં છો? જેના જવાબમાં યુવકે હા પાડી હતી અને ફિરોઝાને પૂછ્યું હતું કે, તમે પણ ફિલ્ડમાં છો. જો કે, ફિરોઝાએ ઇન્કાર કરી જણાવ્યું હતું કે, મને તમારી બધી માહિતી છે. પછી યુવકે આઇડી ક્યારે આવશે તે અંગે પૂછતા ફરિઝાએ સાંજે આઇડી આવી જશે તેમ કહ્યું હતું. પરંતુ આઇડી ના આવતા યુવકે ફરી ફોન કર્યો હતો.

              ફિરોઝાએ યુવકનો રેકોર્ડ કરેલો એક મિનિટનો વીડિયો તેને મોકલી આપી જણાવ્યું હતું કે, હર્બલ લાઇફના ગ્રુપમાં વીડિયો વાઇરલ કરી દઉં. યુવકે જણાવ્યું હતું કે, મેડમ આવું કેમ કરો છો? ત્યારે ફિરોઝાએ જણાવ્યું હતું કે, હું તકલીફમાં છું અને રૂ. ૨૦ લાખનું દેવું છે તે પુરું કરવાનું છે. પછી ફિરોઝાએ ૩૦ હજાર રૂપિયા માગ્યા હતા અને પૈસા નહીં આપે તો વીડિયો પત્ની તેમજ સગા-સંબંધીઓમાં વાઇરલ કરવાની ધમકી આપી હતી. જો કે, યુવકે પૈસા આપ્યા હતા. જેથી ફિરોઝાએ રૂ. લાખ માગતા યુવકે મરી જવાની ધમકી આપી હતી. જો કે, ફિરોઝાએ જે કરવું હોય તે કર પૈસા આપ નહીં તો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. આખરે વેપારીએ નિકોલ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે.

(8:36 pm IST)