Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ગાંધીનગર:પરપ્રાંતમાંથી ઘુસાડાતો વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા

ગાંધીનગર:રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી વિદેશી દારૂ મોટો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે ગાંધીનગર એલસીબી- ની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે હિંમતનગર તરફથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો લવાઈ રહયો છે. જે બાતમીના આધારે મહુન્દ્રા પાસે વોચ ગોઠવીને બાતમીવાળી કાર નં.જીજે-૦૧-એચઆર-૬૯૯૯ આવતાં તેને ઉભી રાખી તપાસ કરતાં વિદેશી દારૂની ૫૮ બોટલ મળી આવી હતી. પોલીસે કારમાં સવાર ચાંદખેડાના અમિત જવાનસિંહ કટારા અને અશોક ડામોરને ઝડપી પાડયા હતા. દારૂ કયાંથી લવાયો હતો અને કયાં લઈ જવાનો હતો તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ તો પોલીસે .૮૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ શરૂ કરી છે.

(5:40 pm IST)