Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

મહિસાગર: કડાણાના ઘોડિયાર ગામમાં બે મકાનમાં આગ લાગતા બળીને ખાખ

ઘરના સભ્યો બહાર ડોડીયા આવ્યા :તમામ સમાન બળીને ખાખ

 

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ઘોડિયાર ગામમાં આવેલ બે રહેણાંક મકાનમાં આગ લાગી હતી.બે મકાનોમાં આગ લાગી ત્યારે ઘરના સભ્યો અંદર હતા.કઈ બળતું હોવાનું લાગતા ઘરની અંદર જોતા આગ લાગી હોવાનું માલૂમ થતા બહાર દોડી આવ્ય હતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આજુબાજુના સ્થાનિક રહીશો બનાવના સ્થળે દોડી આવીને પાણીનો મારો શરૂ કરી આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા

  ઘટનાની જાણ લુણાવાડા ફાયર બ્રિગેડને કરતા સ્થળ પર દોડી આવી બનાવના સ્થળ પર પાણીનો મારો શરૂ કરી આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા.

આગ લાગવાની ઘટનાને લઈને સ્થાનિક ગ્રામજનોના લોક્ટોળા ઉમટી પડ્યા હતા આગ લાગેલ મકાનોમાં લગભગ તમામ ઘરવખરી સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

(12:31 am IST)