Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

વિદેશમાં વર્કપરમિટ આવવાના બહાને વડોદરાની મહિલા સાથે 1.34 લાખની છેતરપિંડી આચરનાર ઠગ વિરુદ્ધ ફરિયાદ

વડોદરા:આ અંગેમાંજલપુરના અલવાનાકા નજીક સોનલપાર્કમાં રહેતા કિન્નરીબેન પંચાલે પોલીસને જણાવ્યુ છે કે,વર્ષ-૨૦૧૩માં પતિનુ અવસાન થતા વિદેશમાં સ્થાયી થવાનુ નક્કી કર્યુ હતુ.જેથી કારેલીબાગ કાશીબા હોસ્પિટલ નજીક અવધૂત ઇન્ટરનેશનલ નામની ઓફિસ ધરાવતા આશિષ પી. પંડયા(રહે.શ્રૃહદ વિહાર સો.,બુધ્ધદેવ કોલોની પાસે,કારેલીબાગ)નો સંપર્ક કર્યો હતો.
તેમણે સેન્ટ માર્ટિન ખાતે વર્ક પરમીટ અપાવવાની ખાતરી આપતા મહિલાએ રૃા.૧.૩૪ લાખ ચૂકવ્યા હતા.વિઝા કે વર્ક પરમીટ નહી થતા મહિલાએ ઉઘરાણી કરી હતી.જેથી આશિષે ફિઝિનું કામ કરતા તેના પાર્ટનર પ્રતિક પટેલ સાથે મીટિંગ કરાવતા મહિલાએ આશિષને રૃા.૨લાખનો ચેક આપ્યો હતો.દરમિયાનમાં રાજન નાયક નામના શખ્સે મહિલાને મારી પાસે તમારા રૃા.૨લાખ છે..તેવો મેસેજ મોકલ્યો હતો.પરંતુ કામ નહી થતા અને નાણાં પણ નહી મળતા મહિલાએ કારેલીબાગ પોલીસ સ્ટેશને ત્રણેય સામે ફરિયાદ નોંધાવી છે.

(7:03 pm IST)