Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

એ. કે. જોતિ સોમવારે નિવૃત થશે, રાવત નવા મુખ્ય ચૂંટણી કમિશ્નર?

સિનિયોરીટીમાં રાવત પછી બીજા ક્રમે સુનિલ અરોરા

રાજકોટ, તા., ૨૦: ભારતના મુખ્ય ચુંટણી કમિશ્નર અને મૂળ ગુજરાત કેડરના નિવૃત આઇએએસ અધિકારી અચલકુમાર જોતી તા.રરમીએ ૬પ વર્ષની વયમર્યાદાના કારણે નિવૃત થઇ રહયા છે. તેમના અનુગામીની જાહેરાત એકદમ ટુ઼ક સમયમાં જ થાય તેવી સંભાવના છે.

સામાન્ય રીતે મુખ્ય ચુંટણી કમિશ્નરની નિવૃતી પછી સિનીયોરીટીમાં આવતા કમિશ્નરને મુખ્ય કમિશ્નર બનાવવામાં આવે છે. તે મુજબ  ઓમપ્રકાશ રાવતને મુખ્ય ચુંટણી કમિશ્નર પદ મળવાપાત્ર છે. તેઓ ડિસેમ્બર-૧૮માં નિવૃત થનાર છે. જા રાવતને ચુંટણી કમિશ્નર ન બનાવવાના હોય તો સિનીયોરીટીમાં ત્યાર પછીના ક્રમે બીજા ચુંટણી કમિશ્નર સુનીલ અરોરા આવે છે. રાવત અથવા અરોરા બેમાંથી એક નવા મુખ્ય ચુંટણી કમિશ્નર બને તેવા સંજાગો છે.

(2:21 pm IST)