Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

રાજ્યના નવા મુખ્યમંત્રીની શપથવિધિની તૈયારી

મુખ્યસચિવ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ, સરદાર પટેલ સ્ટેડિયમ અને ગાંધીનગરમાં મહાત્મા મંદિરની મુલાકાત લીધી :વ્યવસ્થાની દ્રષ્ટિએ સરદાર સ્ટેડિયમ યોગ્ય હોવાનો અભિપ્રાય

અમદાવાદ :વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ મુખ્યપ્રધાનનો તાજ કોણ પહેરશે તે અંગે સસ્પેન્સ વધ્યું છે.ત્યારે રાજ્યમાં નવા મુખ્યપ્રધાનની શપથવિધી ક્યાં યોજાશે તેની તૈયારીઓ ચાલી રહી છે.સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટીને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, સરદાર પટેલ સ્ટેડિયમ તેમજ ગાંધીનગરમાં મહાત્મા મંદિરની મુલાકાત લીધી હતી. ત્રણેય સ્થળોની મુલાકાત બાદ જે.એન.સિંઘે જણાવ્યું કે, સુરક્ષા અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સરદાર પટેલ સ્ટેડિયમ યોગ્ય રહેશે.

(10:57 pm IST)