Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

શાળામાં શરમજનક કરતૂત :અશ્લિલ ક્લિપ બતાવ્યા બાદ વિદ્યાર્થિનીઓને કપડા ઉતારવાનું કહેતા: આરોપી આચાર્યની ધરપકડ

પંચમહાલના દાહોદના ગરબાડાની પ્રાથમિક શાળામાં અશ્લિલ ક્લિપ સિલસિલો ચાલુ રહેતા વાલીઓ વિફર્યા :મામલો પોલીસ સુધી પહોંચ્યો

અમદાવાદ:ગુરુ-શિષ્ય પરંપરાને અભડાવતો કિસ્સો બહાર આવ્યો છે પંચમહાલના દાહોદના ગરબાડાની પ્રાથમિક શાળાના આચાર્યએ શરમજનક કરતૂત કરી હોવાનું ખુલતા શિક્ષણ સ્તબ્ધ થયું છે બારિયા ફળિયાની પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને અશ્લિલ ક્લિપ બતાવી હોવાનો આરોપ લાગ્યો છે.વિદ્યાર્થીઓના આરોપ મુજબ શિક્ષક અશ્લિલ ક્લિપ બતાવ્યા બાદ વિદ્યાર્થિનીઓને કપડા ઉતારવાનું કહેતા હતા અને જો તેમ ન કરે તો તેઓને માર મારતા હતા.

  કેટલાક વિદ્યાર્થીઓએ એવો પણ આરોપ લગાવ્યો કે ઘણીવાર આ શિક્ષક ક્લિપ બતાવ્યા બાદ પેન્ટ શર્ટ ઉતારવાનું કહેતા અને જો વિદ્યાર્થીઓ તેમ ન કરે તો સોટી લઈને માર મારતા હતા. આ પ્રકારનો સિલસીલો કેટલાક દિવસોથી ચાલતો હતો કેટલાક વિદ્યાર્થીઓ આખરે કંટાળી ગયા અને તેમણે પોતાના માતા પિતાને આ વાતની જાણ કરતા વાલીઓએ શાળાએ જઈને હોબાળો મચાવી દીધો અને અશ્લિલ આચાર્ય સામે પગલા લેવાની માગ કરી હતી

  આ મામલો વધુ વકરતા ગરબાડા પોલીસ પહોંચી હતી અને આરોપી આચાર્યની ધરપકડ કરીને કાર્યવાહી હાથ  ધરી હતી. હાલ તો આ મામલે પોલીસે શિક્ષકની ધરપકડ કરી લીધી છે પરંતુ. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતિને લઈને પણ કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે.

(9:34 pm IST)