Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

ભાજપ મારી સામે કાનૂની કાર્યવાહીની તૈયારી કરે છે

હાર્દિક પટેલનું નિવેદન

અમદાવાદ, તા.૧૯ : પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે કહ્યું છે કે, રાજ્યમાં ભાજપની સરકાર તેમના વિરુદ્ધ હવે કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે પરંતુ તે ડર્યા વગર પોતાનું આંદોલન ચાલુ રાખશે. હાર્દિકે આ નિવેદન ચૂંટણી પરિણામ આવ્યા બાદ ટ્વિટ કરીને આજે કર્યું છે. તેણે કહ્યું કે, ભાજપ મારી સામે કાયદાકીય કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. ભલે કોઇ વાંધો નહીં પણ હું પાછળ નહીં હટુ. લોકો માટે મારી લડાઈ ચાલુ રાખીશ. તેણે કહ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ એક સબળ વિપક્ષના રુપમાં ઉભરી આવ્યું છે. આપણે એ જોવું જોઇએ કે, વિપક્ષની ભૂમિકા ભજવતા કોંગ્રેસ કેવીરીતે લોકોની સેવા કરે છે. ઇવીએમ ઉપર હાર્દિકે કહ્યું કે, ચૂંટણી પંચે જે પણ કઇ કહ્યું છે તે અંતિમ સત્ય નથી. જો એક ઉમેદવાર કહે છે કે, ઇવીએમથી મુશ્કેલી આવી રહી છે તો વીવીપેટની ચિઠ્ઠીઓ ફરીથી ગણાવી જોઇએ. તેણે કહ્યું કે, હાર્દિકનથી હાર્યો બેરોજગારી હારી છે.

(8:42 pm IST)