Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

વડોદરા-તરસાલી બાયપાસ રોડ પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા ત્રણના મોત

મુંબઈથી અમદાવાદ આવતા ટ્રકના ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત :ટ્રક ડ્રાઇવરની અટકાયત

વડોદરાઃવડોદરા-તરસાલી બાયપાસ રોડ પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે મળતી વિગતો મુજબ ટ્રક ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા 3 વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા આ ટ્રક મુંબઇથી અમદાવાદ તરફ જઇ રહી હતી.ત્યારે બાઇકને અડફેટે લેતા દુર્ઘટના સર્જાઇ હતી.      અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી મકરપુરા પોલીસે ટ્રક ડ્રાઇવરની અટકાયત કરી હતી.મૃતક ત્રણેય પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસથી ઘરે જઇ રહ્યા હતા

(8:28 pm IST)