Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

રાહુલ ગાંધી 20મીથી ત્રણ દિવસ આવશે ગુજરાત :ચૂંટણી પરિણામોનું કરશે મંથન

વિપક્ષની આગામી રણનીતિની સમીક્ષા બેઠકમાં કરાશે ચર્ચા વિચારણા

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જબરા દેખાવ બાદ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી તા:20 થી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવનાર છે વિધાનસભાની ચૂંટણીમાં ફરી ભાજપનો વિજય થયો છે જોકે રાહુલ ગાંધીની મહેનત પણ રંગ લાવી છે ગુજરાતમાં 25 વર્ષોમાં પ્રથમવાર કોંગ્રેસ 80 બેઠક સુધી પહોંચી શકી છે.ત્યારે રાહુલ ગાંધી તા:20થી 22  ડિસેમ્બર સુધી અમદાવાદની મુલાકાત લેશે.આ મુલાકાત દરમિયાન તેઓ ગુજરાતમાં પરિણામોને લઈને મંથન કરશે.અને વિપક્ષની આગામી રણનીતિ અંગે સમીક્ષા બેઠકમાં ચર્ચા વિચારણા કરશે. 
    અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અવારનવર ગુજરાતના વિવિધ ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા તેઓએ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ચૂંટણી પ્રચાર કર્યો હતો. 

(8:24 pm IST)