Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

બેંકમાં કેશિયરની નોકરી અપાવવાના બહાને પાંચ શખ્સોએ કઠલાલના યુવક સાથે 91 હજારની છેતરપિંડી આચરી

કઠલાલ:શહેરમાં રહેતા એક યુવકને બેંકમાં કેસીયરની નોકરી આપવાના બહાને  પાંચ શખ્સોએ છેતરપીંડી આચરી હતી. જેમાંં આ શખ્સોએ બેંકના ખોટા સહિ સિક્કાવાળુ લેટર પેડ ઈસ્યુ કરી યુવક પાસેથી ૯૧ હજાર લઈ  ઠગાઈ આચરી હતી. આ પાંચેય શખ્સો વિરૃધ્ધ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

શહેરના મુખીની ખડકીમાં તેજશભાઈ કમલેશભાઈ શાહ રહે છે. તેઓ થોડા સમય પહેલા ઈન્ટરનેટના માધ્યમથી વિશાલ શર્મા સહિત પાંચ જેટલા શખ્સોના સંપર્કમાંં આવ્યા હતા. આ શખ્સોએ તેજશભાઈને બેંકમાં કેસીયર તરીકેની નોકરી  આપવાની લાલચ વેબસાઈટ દ્વારા આપી હતી. જેમાં આ પાંચેય ગઠીયાઓએ ભેગા મળી આઈસીઆઈસીઆઈ બેંકના લોગો વાળુ ટ્રેનીંગ લેટર સહી સિક્કા સાથે ઈમેલ ઉપર મોકલી આપ્યો હતોે. ત્યારબાદ આ ગઠીયાઓએ તેજશભાઈને વિશ્વાસમાં લઈ અલગ અલગ દિવસોમાંં બેંક ખાતામાંથી  અને પેટીએમ દ્વારા કુલ રૃા.૯૧,,૧૦૦/- લઈ રફુચક્કર થઈ ગયા હતા. તેજશભાઈને પોતાની સાથે ઠગ થયાનો અહેસાસ થતાં તેઓએ આજે ઉપરોક્ત વિશાલ શર્મા, પૂજા નામની સાઈન કંપનીના એક્ઝીક્યુટીવ, ઈચ્છા ગુપ્તા તથા બે અજાણ્યા શખ્સ વિરૃધ્ધ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઈપીકો કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

(5:06 pm IST)