Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

વાસદ:મહીસાગર બ્રિજ નજીક પુરપાટ ઝડપે જતી કારે બાઇકને હડફેટે લેતા ચાલક ઘટના સ્થળેજ મોતને ભેટ્યો

વાસદ:નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલા વાસદ મહીસાગર નદીના બ્રીજની નજીકમાં કાચલાપુરાની સામે પૂરપાટ ઝડપે જતી એક કારે બાઈક ચાલકે ટક્કર મારતાં ચાલકનું મોત થયું હતુ. આ અંગે વાસદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા જીલ્લાના રાયકા લીમડાવાળા ફળિયામાં રહેતો હિતેશભાઈ ભાઈલાલભાઈ જાદવ (ઉ. વ. ૧૯)ગઈકાલે રાત્રીના પોણા અગિયાર વાગ્યાના સુમારે વાસદ સીમમાં આવેલા મહીસાગર નદીના બ્રિજની નજીકમાં કાચલાપુરાની સામે પોતાનું બાઈક નંબર જીજે-૦૬, એફઆર-૪૩૭૭ને પુરપાટ ઝડપે જતી સફેદ કલરની કારે ટક્કર મારતાં માથામાં ગળાના ભાગે ગંભીર ઈજાઓ થતાં મોત થયું હતુ. કારનો ચાલક ટક્કર માર્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે વાસદ પોલીસે વજેસિંહ જાદવની ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને અજાણ્યા સફેદ કારના ચાલકની શોધખોળ હાથ ઘરી છે.

(5:06 pm IST)