Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

સુરતી બુટલેગરની પત્ની સહીત સગાએ મહિલા પીએસઆઇ પર હુમલો કરતા ચકચાર

સુરત:શહેરના અઠવા પોલીસ મથકમાં બુટલેગરની પત્ની સહિતના સગાંએ મહિલા પીએસઆઇ સાથે ગાળાગાળી ઝપાઝપી બાદ હુમલો કરતા ચકચાર મચી ગઇ હતી. બુટેલગરને છોડાવવાના નામે બુમબરાડા પાડી આખા પોલીસ મથકને માથે લઇ હંગામો કર્યો હતો. પોલીસે સરકારી ફરજમાં રૃકાવટનો ગુનો નોંધી ચારેય મહિલા આરોપીની ધરપકડ કરી હતી.

મળતી વિગતો પ્રમાણે અઠવા પોલીસ મથકની ટીમ ગત મોડી સાંજે બુટલેગર ધર્મેશ મોહનભાઇ ઓલપાડી સામે પ્રોહિબિશનનો કેસ કરી તેને પકડી લાવી હતી. ધર્મેશને પોલીસ મથકમાં ઊંચકી લવાતા તેની પત્ની સહિતના સગાંઓ પોલીસ મથકે પહોંચી ગયા હતા. તેઓએ સરવેલન્સ સ્ટાફ પાસે ધસી જઇ જોર જોરથી બૂમો પાડી દારૃનો કેસ કેમ કરો ? ધર્મેશને છોડી દો એવું કહીં હોબાળો મચાવ્યો હતો. ચાર મહિલાઓએ ત્યાં હાજર પોલીસકર્મીઓ સાથે માથાકૂટ કરતા મહિલા પીએસઆઇ એ.કે. જાડેજા ચારેયને બૂમો નહિ પાડવા અને શાંતિ જાળવવાનું કહેતા તેઓ પીએસઆઇ જાડેજા સાથે પણ ઉદ્ધર્ત વર્તન કર્યુ હતું.

વર્દીમાં હોવા છતાં મહિલા પીએસઆઇ સાથે એલફેલ ભાષામાં વાત કરી ઝપાઝપી કરાઇ હતી અને બાદમાં ઉશ્કેરાઇને પીએસઆઇ પર હુમલો કરાતા ચકચાર મચી ગઇ હતી. પીએસઆઇને મોઢાના ભાગે મુક્કા મારતા ગંભીર ઇજા પહોંચાડી હતી. આ મામલે એલ.આર. ભગવાનભાઇ ઝીણાભાઇએ અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે સરકારી ફરજમાં રૃકાવટનો ગુનો નોંધી પિન્કી ધર્મેશ પરમાર, ર્ધિમષ્ઠા નિકુંજ પરમાર, નિશા ધર્મેશ પરમાર (ત્રણેય રહે. અલકા એપાર્ટમેન્ટ, હિંદુમિલન મંદિર પાસે, ગોપીપુરા) અને કાજલ ધર્મેશ ઓલપાડી (રહે. હરિજનવાસ, મોરાભાગળ)ની ધરપકડ કરી હતી.

(5:05 pm IST)