Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષનાં નેતા તરીકે કોણ ? પરેશ ધાનાણી કે અલ્પેશ ઠાકોર ?

નવી દિલ્હી તા.૧૯ : ગુજરાત રાજયમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થયા બાદ કેસરિયો લહેરતા ભાજપની સરકાર બનવા જઇ રહી છે ત્યારે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા કોણ બનશે તેને લઇને ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં શકિતસિંહ ગોહિલ, અર્જૂન મોઢવાડિયા સહિત નેતાઓનો પરાજય થતાં હાલમાં વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે હાલમાં કોંગ્રેસના ફાયરબ્રાન્ડ યુવા નેતા પરેશ ધાનાણીનું નામ અગ્રેસર ચાલી રહ્યું છે.

જો કે તેની સાથે અલ્પેશ ઠાકોરના નામની ચર્ચા પણ ચાલી રહી છે. આમ ભાજપ માટે જે રીતે મુખ્યમંત્રી પદ માટે ચાલી રહેલી અવઢવ સામે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તરીકેના નામની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે પાટીદાર ફેકટર અમરેલી બેઠક પર પરેશ ધાનાણીનો વિજય થતાં કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.

આમ હાલમાં વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીનું અગ્રેસર છે. ઉલ્લેખનીય છે કે અમરેલી પાટીદાર આંદોલનના પ્રમુખ કેન્દ્રોમાંથી એક છે, અને ચૂંટણી સમયે કોંગ્રેસના ફાયરબ્રાન્ડ યુવા નેતા તરીકે પરેશ ધાનાણીની ઉમેદવાર જાહેર કર્યા હતા.

(3:48 pm IST)