Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

ધાર્મિક સંસ્થા સાથે સંકળાયેલા ચારેય પાટીદારો ચૂંટણી હારી ગયા

ત્રણ ટ્રસ્ટી અને બીજા મોટું નામ મનાતા ચારેયે મોટા માર્જિન સાથે હારનો સામનો કરવો પડયો : પાટીદારોએ ન આપ્યો સાથઃ ચારેયને ભારે માર્જિન સાથે મળી હાર

નવી દિલ્હી તા. ૧૯ : ધાર્મિક સંસ્થાની તાકાત ફળશે તેવી અટકળો લાગી રહી હતી તે ચારે ધુરંધરોને કપરી હારનો સામનો કરવો પડ્યો છે.

ત્રણ ટ્રસ્ટી અને બીજામાં મોટું નામ મનાતા ચારેએ મોટા માર્જિન સાથે હારનો સામનો કરવો પડ્યો છે. અહીં ત્રણ કોંગ્રેસની ટિકિટ પરથી જયારે એક ગોપાલ વસ્ત્રાપરા ભાજપની બેઠક પરથી લડ્યા હતા.

ટ્રસ્ટી દિનેશ ચોવટીયા (રાજકોટ દક્ષિણ), રવિ અંબાલિયા (જેતપુર) અને ગોપાલ વસ્ત્રાપરા (લાઠી)- અને મિતુલ ડોંગા (રાજકોટ પૂર્વ)ને તકનો લાભ મળશે તેવી તક હતી, અને સમાજના લોકોનો પણ સાથ હતો. શિવરાજનો વીડિયો પણ કોંગ્રેસના ઉમેદવારો સાથે વાઈરલ થયો હતો જેમાં તે વેપારીઓને સંબોધ કરતો દેખાયો હતો.

આ મુદ્દે ટ્રસ્ટીએ સીધો સાથ આપવાના બદલે અંતર જાળવી રાખ્યું હતું. પણ ચૂંટણીના એક દિવસ અગાઉ નરેશ પટેલના દીકરા શિવરાજે તેઓને સાથ આપવાની અને તેમના જૂના સંબંધો હોવાની વાત કરી હતી અને આ સમય હતો ચૂંટણીના એક દિવસ અગાઉનો. શિવરાજે કહ્યું હતું કે, 'મારે પરિવર્તન જોઈએ છે' તેમ કહીને શિવરાજે તેમને ટેકો આપ્યો હતો.

શહેરના એક વરિષ્ઠ કોંગ્રેસી આગેવાને કહ્યંુ કે, 'પાટીદારો પર આધાર રાખવાની જગ્યાએ અન્ય ઉચ્ચ જ્ઞાતિ પર મદાર રાખવાના કારણે પાટીદારો કોંગ્રેસ સાથે છે એ મેસેજ આ ચાર નેતાઓની વિરુદ્ઘમાં કામ કર્યું.'

રાજકોટ દક્ષિણની બેઠક પરથી મેદાનમાં ઉતરેલા ડો. દિનેશ ચોવટિયાએ હારનો સામનો કરવો પડ્યો જયારે આ બેઠક પરથી ભાજપના ગોવિંદભાઈ પટેલનો વિજય થયો, હાર બાદ ચોવટિયાએ હારનું ઠીકરું EVMs પર ફોડીને કહ્યું, 'ચાર મેટ્રો શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ભાજપે EVMs સાથે ચેડા કર્યા છે. જેના કારણે મારી હાર થઈ, નહીંતો હારનું માર્જિન આટલું મોટું ન હોત.'

(3:42 pm IST)