Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

વિપક્ષી નેતા પદની દોડમાં પરેશ ધાનાણી મોખરે ૧૦મી વખત ચૂંટાવાનો મોહનસિંહ રાઠવાનો વિક્રમ

ગાંધીનગર, તા. ૧૯ : વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ૭૭ બેઠકો સાથે મજબૂત રીતે ઉપસી છે. કેબીનેટ મંત્રીની સમકક્ષ ગણાતા વિપક્ષી  નેતા પદ માટે અમરેલીથી ત્રીજી વખત ચૂંટાયેલા ધારાસભ્ય પરેશ ધાનાણીનું નામ સૌથી મોખરે છે. આખા અમરેલી જિલ્લામાં કોંગીની જીત થઇ છે. પરેશ ધાનાણી યુવાન, લડાયક, અનુભવી અને લેઉવા પટેલ છે. દરેક દૃષ્ટિએ જોતા નેતા પદે તેમની જ વરણી નિશ્ચિત મનાય છે.

હાલના વિપક્ષી નેતા માટે મોહનસિંહ રાઠવા છોટા ઉદેપુર બેઠક પરથી ૧૦ મી વખત ચૂંટાયા છે. નવા ગૃહમાં તેઓ સૌથી સિનિયર સભ્ય છે. ૧૯૭ર પછી એક ટર્મની બાદ કરતા તેઓ સતત ગૃહના સભ્ય રહ્યા છે. અગાઉ વનમંત્રી તરીકે રહી ચુકયા છે. તેમની ૭૪ વર્ષની વય છે. ધારાસભાની પ્રથમ બેઠક તેમની અધ્યક્ષતામાં મળે તેવી સંભાવના છે.

(3:24 pm IST)