Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

વલસાડ જિલ્લામાં ૪ બેઠકોમાં કમળ ખીલ્યુ તો એક બેઠકમાં કોંગ્રેસ

ભાજપના કનુભાઇ દેસાઇ પર૦૮૬ મતે જીત્યા તો કોંગ્રેસના જીતુભાઇ ચૌધરીની ૧૭૦ મતે જીત

 વાપી તા.૧૯ : ગુજરાત વિધાનસભા ર૦૧૭ ચૂંટણીના પરિણામો આવી ચુકયા છે. ત્યારે વલસાડ જીલ્લાની પાંચ બેઠકો પૈકી ચાર બેઠકોમાં ભાજપનો ભગવો લહેરાયો છે તો એક બેઠક કોંગ્રેસને ફાળે આવી છે.

જેમાં સૌથી વધુ મતે પારડી બેઠકના ભાજપના ઉમેદવાર કનુભાઇ દેસાઇ પર.૦૮૬ના મતે જીત મેળવી છે તો સૌથી ઓછા મતે કપરાડાના કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઇ ચૌધરી માત્ર ૧૭૦ મતે જીતી ભાગ્યશાળી રહ્યા છે. વલસાડ જીલ્લાની બેઠકો ઉપર આમ તો ઘણા ઉમેદવારો ઉભા રહેલ હતા અને અલગ-અલગ મતદાન પણ થયેલ. આવો આપણે જાણીયે કઇ બેઠક પર ઉભા રહેલ કયા ઉમેદવારને કેટલા મત મળ્યા ?

ધરમપુર-૧૭૮

કુલ માન્ય મત : ઇવીએમ ૧૭૬પ૭ર-બેલેટ-૮૦૮=૧૭૭૩૮૦

અરવિંદભાઇ છોટુભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી ૯૪,૯૪૪, ઇશ્વરભાઇ ઢેડાભાઇ પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૭ર,૬૯૮, પટેલ લક્ષ્મણભાઇ ચુનીલાલ બહુજન સમાજ પાર્ટી ર,પ૭ર, ખરપડી ગુલાબભાઇ જાનુભાઇ બહુજન મુકિત પાર્ટી ૯૯૧, મંગુભાઇ સાવળુભાઇ પાડવી ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી ર,૪૬૪, નોટા ૩,૭૧૧ છે.

આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદ છોટુભાઇ પટેલ રર,ર૪૬ મતોથી વિજેતા જાહેર થયા છે.

વલસાડ-૧૭૯

કુલ માન્ય મતઃ ઇવીએમ ૧૬૭૦૯૯+બેલેટ-૧૦૭૬=૧૬૮૧૭૫.

ટંડેલ નરેન્દ્રકુમાર જગુભાઇ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ૫૮,૬૪૪, પટેલ ભરતભાઇ કીકુભાઇ, ભારતીયજનતા પાર્ટી, ૧,૦૧,૭૩૬, સીરસાટ અશોકભાઇ આત્મારામ, બહુજન સમાજ પાર્ટી ૮૧૦, પટેલ જતીનકુમાર પ્રવિણભાઇ, આમ આદમી પાર્ટી ૩૪૭, દેસાઇ રજનીકાંત નાનુભાઇ, લોક વિકાસ મંચ ૪૪૨, ડોડીયા મહેન્દ્રસિંહ મોહનસિંહ, અપક્ષ ૨૯૭, પટેલ ચેતનકુમાર મંગુભાઇ, અપક્ષ ૩,૯૭૩, નોટા ૧,૯૨૬.

આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પટેલ ભરતભાઇ કીકુભાઇ ૪૩,૦૯૨ મતોથી વિજેતા જાહેર થયા છે.

પારડી-૧૮૦

કુલ માન્ય મતઃ- ઇવીએમ ૧૫૨૮૪૯+બેલેટ-૩૩૦=૧૫૩૧૭૯

દેસાઇ કનુભાઇ મોહનલાલ, ભારતીય જનતા પાર્ટી ૯૮,૩૭૯, પરમાર ગીરીશભાઇ જીવણભાઇ, બહુજન સમાજ પાર્ટી ૮૨૬, ભરતભાઇ મોહનભાઇ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૪૬,૨૯૩, અબ્બાજી ધ્યાનુ જાદવ, શિવસેના ૬૨૦, ભાટકર મુકેશભાઇ રામજીભાઇ,બહુજન રીપબ્લિકન સોશીયાલીસ્ટ પાર્ટી ૧૪૯,ડો.રાજીવ શંભુનાથ પાડે, આમ આદમી પાર્ટી ૫૩૯, રાજેશભાઇ ચીમનભાઇ પટેલ, ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી ૩૭૮, શંકરભાઇ ઉફે૪ મહેન્દ્રશંકર રામસુરતભાઇ, સમાજવાદી પાર્ટી ૫૮૪, પટેલ નટવરલાલ ઝીણાભાઇ, અપક્ષ ૮૩૫,પટેલ નવીનકુમાર શંકરભાઇ, અપક્ષ ૨૩૯, પટેલ સંજયભાઇ ડાહ્યાભાઇ, અપક્ષ ૨૭૭, એડવોકેટ પૂર્વા પ્રદિપ ગજરે, અપક્ષ ૧,૦૨૧, ભાનુશાળી અમિત રાજુભાઇ, અપક્ષ ૪૫૫, નોટા ૨,૫૮૩.

આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી દેસાઇ કનુભાઇ મોહનલાલ ૫૨,૦૮૬ મતોથી વિજેતા જાહેર થયા છે.

કપરાડા (એસટી)-૧૮૧

કુલ માન્ય મત : ઇવીએમ ૧૯૪૮૮૯-બેલેટ પ૩ર=૧૯૫૪૨૧

ચૌધરી જીતુભાઇ હરજીભાઇ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૯૩,૦૦૦, રાઉત માધુભાઇ બાપુભાઇ ભારતીય જનતા પાર્ટી ૯ર,૮૩૦, ગાંવિત જયેન્દ્ર લક્ષ્મણભાઇ માનવાધિકાર નેશનલ પાર્ટી ર,૪૩૦, ગુરવ કમલેશભાઇ શ્રાવણભાઇ ૧,૩૬ર, ધીરૂભાઇ નાગરભાઇ પટેલ ઓલ ઇન્ડિયા ૧,૯૩૧, નોટા ૩,૮૬૮ છે.

આ બેઠક પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ચૌધરી જીતુભાઇ હરજીભાઇ ૧૭૦ મતોથી વિજેતા જાહેર થયા છે.

ઉંમરગામ (એસટી)-૧૮ર

કુલ માન્ય મત : ઇવીએમ ૧પ૭૪૯૦+ર૩૮=૧૫૭૭૨૮

પટેલ અશોકભાઇ મોહનભાઇ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ૪,૩૧૪, પાટકર રમણભાઇ નાનુભાઇ ભારતીય જનતા પાર્ટી ૯૬,૦૦૪, બોચલ હસમુખભાઇ રમણભાઇ ભારતનો સામ્યવાદી ૧,૩૪૮, ગોવિંદભાઇ વેસ્તાભાઇ પટેલ ઓલ ઇન્ડિયા ૪૬૧, વાડિયા લક્ષ્મણભાઇ છગનભાઇ સી.પી.આઇ. (માર્કશીટ લેનીનીસ્ટ) (લીબરેશન) પર૮, નરેશભાઇ ઓઝરીયા અપક્ષ ૯૮૯, શૈલેષભાઇ દભાડીયા અપક્ષ ૧,૩૩૪, નોટા ર,૭પ૦ છે.

આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પાટકર રમણભાઇ નાનુભાઇ ૪૧,૬૯૦ મતોથી વિજેતા જાહેર થયા છે.

(3:17 pm IST)