Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

ઇન્ડસ યુનિ.નો દ્વિતીય દીક્ષાંત સમારોહ સંપન્ન

 અમદાવાદ સ્થિત ભંડારી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઇન્ડસ યુનિવર્સીટીનો દ્વિતીય દીક્ષાંત સમારોહ યોજાયો. આ તકે મુખ્ય અતિથિ તરીકે ફાર્કાસ્યુટિકલ કંપની ઝાયકસ કેડિલાના ચેરમેન પંકજ પટેલ ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન આપેલ. તેમજ ઇન્ડસ યુનિ.નાં પ્રેસીડન્ટ ડો.નાગેશભંડારી, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, બોર્ડ ઓફ ગવર્નસના સભ્યો સહિત વિવિધ ક્ષેત્રના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. સમારોહમાં ઇન્ડસ યુનિ.ની વિવિધ સંસ્થાઓનાં વિવિધ અંડર-ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સનાં ૭૩૯ વિદ્યાર્થીઓને ડીગ્રી પ્રદાન કરવામાં આવેલ તેમજ વિવિધ વિદ્યા શાખાના ૪૮ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ, ભંવરલાલ ભંડારી મેમોરિયલ એવોર્ડ, ભગવાન સ્વરૂપ શર્મા મેમોરિયલ એવોર્ડ તથા ઇન્દુબાલા ભંડારી એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં.(કેતન ખત્રી, અમદાવાદ)

(3:16 pm IST)