Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

કોંગ્રેસે માત્ર ૩૫ મતથી જંગ જીત્યો

૧ વોટની પણ કેટલી કિંમત હોય છે...

ગાંધીનગર તા. ૧૯ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ભાજપ ફરી સત્તા મેળવવામાં સફળ રહી છે જોકે બીજી બાજુ કોંગ્રેસે પણ આ વખતે ભાજપને જોરદારની ટક્કર આપી છે. આ વખતે ખૂબ ઓછા માર્જિન સાથે જીતનારા ધારાસભ્યોની સંખ્યા ઘણી છે જે દર્શાવે છે કે એક વોટની પણ કેટલી કિંમત હોય છે.

જોકે આ બધાની વચ્ચે ધંધાકા વિધાનસભા બેઠક વધારે રસાકસી ભરી રહી હતી. આ બેઠક પર ભાજપના ઉમેદવાર કાળુભાઈ ડાભી હતા જયારે સામે કોંગ્રેસે રાજેશકુમાર ગોહિલને ઉતાર્યા હતા.

આ રસાકસિ ભરી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવારને માત્ર ૩૫ મતથી માત આપી હતી. કોંગ્રેસના ઉમેદવારને ૧૬૮૧૮ મત મળ્યા હતા જયારે ભાજપના ઉમેદવારને ૧૬૭૮૩ મત મળ્યા હતા. તેવી જ રીતે અમદાવાદ જિલ્લાની ધોળકા બેઠક પર ખૂબ ઓછા માર્જિન સાથે ભાજપની જીત થઈ હતી. ભાજપે આ સીટ પર દિગ્ગજ નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ઉતાર્યા હતો તો સામે કોંગ્રેસે અશ્વિનભાઈ રાઠોડને ઉતાર્યા હતા. આ સીટ પર ભાજપને માત્ર ૩૨૭ મતથી જીત મળી હતી. જેમાં ભુપેન્દ્રસિંહને ૭૧૫૩૦ મત અને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિનભાઈને ૭૧૨૦૩ મત મળ્યા હતાં.

(11:55 am IST)