Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની નારાજગી દેખાઇ, ખેડૂતોને ટેકાના ભાવ મળ્યા નથી

GST અને નોટબંધીની પરિણામ ઉપર નહિવત અસર

અમદાવાદ તા. ૧૯ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નોટબંધી, GST અને ખેડૂતોને નહિ મળેલા ટેકાના ભાવ મહત્વની ભુમીકા ભજવશે. તેમ સૌ માનતું હતું. ત્યારે જ GST અને નોટબંધીની પરિણામ પર જયાં સૌથી વિરીત અસર પડવાની સંભાવના હતી. તેવા શહેરી વિસ્તારોમાં આ અસર નહિવત જોવા મળી છે. કેમકે શહેરી વિસ્તારમાં સત્તાધારી પક્ષ ભાજપને સારો આવકાર મળ્યો છે. જયારે બીજી તરફ ખેડૂતોને ટેકાના ભાવ નહિ મળતા અને સરકારે કરેલી ખેડૂતોની અવગણનાની ભારે કિંમત ચુકવવી પડી છે. કેમકે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારામાં ભાજપને હારનો સામનો કરવો પડી રહ્યો છે.

નોટબંધી બાદ ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા આવકારને પાર્ટીએ મોટી સફળતા ગણાવી હતી. હજુ નોટબંધીની અસરમાંથી બહાર નહિ આવેલા ગુજરાતના વેપારી GSTના અમલથી ભારે નારાજ થયા હતા. ગુજરાતના તમામ શહેરી વિસ્તારોમાં GST વિરોધી આંદોલનો પણ થયા હતા. જોકે તેની અસર પરિણામ ઉપર જોવા મળતી નથી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શૈલેષ પટવારીના જણાવ્યા મુજબ જો GSTની અસર થઇ હોત તો શહેરોમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. જયારે શહેરી વિસ્તારોમાં ભાજપે ખુબ જ સારો દેખાવ કર્યો છે. એટલે કે ગુજરાતના પરીણાો પર GST અને નોટબંધીની અસર થઇ નથી.

બીજી તરફ ઉત્ત્।ર ગુજરાત અને સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને હારનો સામનો કરવો પડયો છે. જેના માટે સરકારે ખેડુતોની કરેલી અવગણના જવાબદાર છે. ખેડુતોને ટેકાના ભાવ મળ્યા નથી. ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ જયેન્દ્ર તન્ના જણાવી રહ્યા છે. કે સૌરાષ્ટ્ર અને ઉત્ત્।ર ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં સત્ત્।ાધારી પક્ષને આવકાર મળ્યો નથી. જે ખેડુતોની નારાજગી બતાવી રહ્યો છે. ચેમ્બરના સભ્ય અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કૈલાશકુમારે ગઢવી જણાવી રહ્યા છે કે શહેરી વિસ્તારમાં પણ કોંગ્રેસની બેઠક વધી છે. જે વેપારીઓની નારીજગી દર્શવી રહી છે.

અમરેલી, ગીર- સોમનાથ જેવા જિલ્લાઓમાં તો ભાજપ ખાતું પણ નથી ખોલાવી શકયું. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ અગાઉ ખેડુતોને થયેલા નુકશાનની ભરપાઇ કરવાની સરકારે વચન આપ્યા બાદ તે વચન નહિ પાળતાં આ તકલીફ થઇ છે.

(9:47 am IST)