Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ :વાપી, પારડી, વલસાડ, અને ઉમરગામમાં ધોધમાર વરસાદ પડ્યો

ગ્રામ્ય પંથકમાં ખેતરોમાં રવીપાકને કમોસમી વરસાદથી નુકશાન થવાની ભીતિ

વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. વાદળછવાયા વાતાવરણ વચ્ચે વાપી, પારડી, વલસાડ, ઉમરગામમાં ધોધમાર વરસાદ થયો છે. બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ તૂટી પડ્યો છે. ભારે વરસાદના કારણે કેટલાક માર્ગો ઉપર પાણી ભરાયા છે. ગ્રામ્ય પંથકમાં ખેતરોમાં રવીપાકને કમોસમી વરસાદથી નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

(10:59 pm IST)