Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

ગાંધીનગરમાં 65 વર્ષીય વૃધ્ધનો રિપોર્ટ પોજીટીવ આવતા ગામમાં વધુ કાળજી રાખવામાં આવી

ગાંધીનગર : ગાંધીનગર શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ સરગાસણમાં રહેતા ૬૫ વર્ષિય વૃધ્ધનો રીપોર્ટ અગાઉ પોઝિટિવ આવ્યો હતો જેમને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેવી સ્થિતિમાં આજે સરગાસણમાંથી જ વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ૩૧ વર્ષિય વેક્સિનેટેડ યુવાન કોરોનામાં સપડાયો છે જો કે, વધુ લક્ષણો નહીં હોવાને કારણે પોઝિટિવ દર્દીને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે જ્યારે દર્દીના સંપર્કમાં આવેલા ઘરના પાંચ સભ્યોના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે.

દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ ખુબ જ ચિંતાજનકરીતે વધી રહ્યું છે ખાસ કરીને બહારગામ અવર-જવર કરતા મુસાફરોમાં કોરોનાનો ચેપ વધુ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર શહેરી વિસ્તારમાં ગઇકાલ સુધી કોરોનાનો એક જ એક્ટિવ કેસ હતો.સરગાસણમાં રહેતા ૬૫ વર્ષિય વૃધ્ધનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને ઓક્સિજનની જરૃરીયાત ઉભી થતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.ત્યારે સરગાસણમાંથી જ વધુ એક પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી ઉપર નજર કરીએ તો, સરગાસણમાં રહેતો ૩૧ વર્ષય યુવાન કે જેને કોરોના વિરોધી રસીના બન્ને ડોઝ લીધા છે તેને ઘણા દિવસોથી તાવ સહિતની તકલીફ હતી. આ ઉપરાંત શરીરમાં અન્ય લક્ષણો પણ તેને જણાયા હતા. જેથી તબીબે તેને કોરોનાનો રીપોર્ટ કરવા કહ્યું હતું. આ યુવાને આરટી-પીસીઆર કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ દર્દી અંગે વિગતો એકઠી કરવામાં આવી રહી છે તો બીજીબાજુ પોઝિટિવ દર્દીને વધુ લક્ષણો નહીં હોવાને કારણે તેને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે. એટલુ જ નહીં, તેના સંપર્કમાં આવેલા ઘરના પાંચ સભ્યોને પણ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તકેદારીના ભાગરૃપે તેમના સેમ્પલ પણ લઇને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સરગાસણમાં કોરોનાના બે એક્ટિવ કેસ થયા છે. 

(5:23 pm IST)