Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

નિત્યાનંદની ચીમકી બાદ કોંગ્રેસનો આક્ષેપ :કહ્યું ધર્મના નામે લોકોને છેતરવાનું કામ કરનારને સરકાર છાવરે છે

ધમકીની ભાષા સંતની કોઈ ન શકે: સાધકો હિંસક બને તે પહેલા સુરક્ષા માટે પગલા ભરો

અમદાવાદ આશ્રમના  સ્વામી નિત્યાનંદે સત્સંગ સભામાં ઉચ્ચારેલી ચીમકી પર કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી છે અને સાચા સંતની ભાષા સરળ હોય છે. પરંતુ ધમકીની ભાષા સંતની કોઈ ન શકે. તેઓએ ધર્મના નામે લોકોને છેતરવાનું કામ કરનારને સરકાર છાવરી રહી હોવાનો પણ આક્ષેપ કોંગ્રેસ લાગાવ્યો છે.

              ધર્મના નામે ધંધો કરનારા સંતો જ આવી ભાષામાં વાત કરી શકે છે. આસારામની જેમ નિત્યાનંદ આશ્રમને પણ સરકાર છાવરવાનું કામ કરે છે. તેવો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. કહેવાતા સંતોના સાધકો હિંસક બને તે પહેલા સુરક્ષા માટે પગલા ભરવાની મનિષ દોશીએ માંગ કરી છે

(11:37 pm IST)