Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

મહુધાના વડથલમાં લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જનાર15 વર્ષીય કિશોરે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર

મહુધા:ના વડથલમાં ૧૫ વર્ષીય કિશોરીને આણંદનો એક યુવાન લગ્નીની લાલચ આપી ભગાડી જઈ તેણીની પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ મહુધા પોલીસ મથકે નોંધાતા ચકચાર જાગી છે.

આણંદ ખાતેના સોજીત્રામાં આવેલ ડભોઉનો રાહુલ મફતભાઈ ચુનારા  ૧૩ નવેમ્બરના રોજ વડથલ ગામની એક યુવતીને ભગાડી જતા ચકચાર જાગી છે. ફરિયાદીની દિકરીને આરોપી રાહુલ લલચાવી, ફોસલાવી અને લગ્નની લાલચ આપી વડથલ મુકામેથી જ ભગાડી ગયો છે. ભોગ બનનારના પિતાએ આ અંગે મહુધા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં આરોપી દ્વારા ફરિયાદીની દિકરીને ભગાડી ગયા બાદ તેની પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે ઈપીકો અને પોક્સોની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:59 pm IST)