Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

સુરતની ખટોદરા પોલીસે રીઢો વાહનચોર ઝડપ્યો : સાત જેટલા વાહનો જપ્ત

મૂળ ઓરિસ્સાવાસી યુવક સંચા મશીનનું કામકાજ છોડીને વાહનચોરીના રવાડે ચડ્યો

સુરતની ખટોદરા પોલીસે રીઢા વાહન ચોરની ધરપકડ કરી છે. સંચા મશીનનું કામકાજ છોડીને યુવક પોતાના મોજશોખ પુરા કરવા વાહન ચોરીના રવાડે ચઢી ગયો હતો. પોલીસે બાતમી આધારે મૂળ ઓરિસ્સાવાસી યુવકની ખટોદરા વિસ્તારમાંથી ધરપકડ કરી કુલ સાત જેટલા વાહનો જપ્ત કર્યા છે.   

    આ આરોપીઓ અગાઉ અઠવા, ઉમરા અને ખટોદરા પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં પણ ઝડપાઇ ચુક્યો છે. આ સિવાય ઉમરા અને ખટોદરામાં બે તેમજ અઠવા પોલીસ મથકની હદમાં કુલ ત્રણ વાહન ચોરીના ગુનાને પણ અંજામ આપી ચુક્યો છે. પોલીસે કુલ સાત જેટલી મોપેડ સહિત બે લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની તપાસ શરૂ કરી છે.

(10:05 pm IST)