Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

પ્રાંતિજ તાલુકાના કમાલપુર નજીક ઢાબા પરથી પોલીસે બાતમીના આધારે શખ્સોને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા

પ્રાંતિજ:તાલુકાના કમાલપુર ગામ પાસે આવેલી હાઈવે પરના હોટલામાં ઢાબા પર કેટલાક શખ્સો માદક પદાર્થો (ગાંજા)નો ધંધો કરે છે તેવી બાતમી હિંમતનગર એસ.ઓ.જી પોલીસને મળતાં શનિવારના રોજ રેડ કરતાં ઢાબા પરથી  રૂ.૪૩૫૦ની કિંમતનો ૪૩૫ ગ્રમ ગાંજાનો જથ્થો પકડાતા પ્રાંતિજ પોલીસે બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિંમતનગર એસઓ.જી પોલીસને બાતમી મળી કે પ્રાંતિજના કમાાલપુર ગામ પાસે આવેલા ઢાબા પર કેટલાક શખ્સો માદક પદાર્થો (ગાંજા)નું વેચાણ કરે છે તેને આધારે હિંમતનગર એસઓજી ટીમે પોતાના સ્ટાફના માણસો સાથે રાખી રવિવારના રોજ બપોરે ઢાબા પર રેડ કરી અને વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરતાં ડાબાના ગલ્લામાંથી ૪૩૫ ગ્રામ વજનનો ગાંજો મળી આવ્યો હતો.

આ અંગે ઢાબા પર બેઠેલા માણસ બાબુસિંહ અર્જુનસિંહ રાજપુતને પૂછતાં તેણે જણાવ્યું કે આ ગાંજાનો જથ્થો  ઉમેશ રાજપુરોહિત રહે.બાલોતરારાજસ્થાન નામનો ઈસમ તેને વેચાણ માટે આપી જવાનું જણાવ્યું હતું.

(5:27 pm IST)