Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

અમદાવાદની કર્ણાવતી કલબના ૮ કર્મચારી કોરોનાની ચપેટમાં

અમદાવાદઃ કોરોના મહામારી અને અનલોકના સમયમાં અમદાવાદમાં કલબોમાં જતા લોકો માટે માઠા સમાચાર આવી રહ્યાં છે. અનલોક શરૂ થયા બાદ ૫ ઓગસ્ટથી જીમ અને કલબને શરૂ કરવાની પરવાનગી આપી દેવાઈ હતી. તો આ તરફ શહેરમાં કોરોના વાયરસનો આતંક યથાવત છે. ત્યારે મોટી સંખ્યામાં કોરોના કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદની પ્રતિષ્ઠિત કર્ણાવતી કલબમાં આઠ જેટલા પોઝિટિવ કેસ મળી આવતા ચકચાર મચી ગઇ છે. બીજી તરફ કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે તંત્ર પણ કડકાઈ દેખાડી રહ્યું છે.

અમદાવાદ મહાનગરપાલિકાની પરવાનગી મળતા કર્ણાવતી કલબ પહેલી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. જેમાં જોગિંગ અને લાઇબ્રેરી રીડિંગ રૂમ બિલિયર્ડ શુરૂ કરવામાં આવ્યા હતા. આ પહેલા માત્ર જીમ વોકિંગ એરિયા અને કાફે એરિયા કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ કર્ણાવતી કલબના સીઇઓ અને પ્રેસિડેન્ટ સહિત ૮ લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી મોટાભાગના કર્મચારીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જોકે આ મામલે કલબના સભ્યો અજાણ છે. નિયમિત રીતે જીમમાં આવતા લોકોને પણ આ અંગે માહિતી નથી. કલબમાં ૧૫,૦૦૦ હજાર જેટલા સભ્યો છે, જેમાંથી ૩૦૦ જેટલા સભ્યો કલબની મુલાકાત લે છે.

(3:50 pm IST)