Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

કમોસમી વરસાદથી ખેડૂતોને પડ્યા પર પાટુ

મગફળી- કપાસ- ડાંગરના પાકને પારાવાર નુકસાન

અમદાવાદ ,તા.૧૯ : ગુજરાતમાં ખેડૂતોના માથે વધુ એક આફત આવી પડી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રવિવારે વરસાદ પડતા ખરીફ પાકોને નુકશાની થઇ છે. કપાસમાં વીણી બાકી હોય તેમાં વરસાદથી ગુણવત્ત્।ાને અસર પહોંચશે. કાપણી કરીને ખેતરમાં પડેલા ડાંગરના પાકને પણ ભારે નુકાશની થવા પામી છે. ખેતરોમાં અને યાર્ડમાં ખૂલ્લામાં પડેલી મગફળીને પણ વરસાદથી નુકશાન થતા ખેડૂતોને પડતા પર પાટું મારવા જેવો ઘાટ ઘડાયો છે.

ગુજરાતમાં હાલમાં પડી રહેલા કમોસમી વરસાદને પગલે કપાસ પાકમાં ફૂલ ખરી પડે, ખૂલ્લા યાર્ડમાં પડેલ માલ પલળી જાય, ઘાસચારામાં કોવણ આવી જાય, કેળના પાકને પણ નુકશાન ઓછા-વત્ત્।ા પ્રમાણમાં આવે તેવી સ્થિતિ સર્જાઇ ગઇ  છે. સૌરાષ્ટમાં મગફળી, કપાસનો પાક હાલમાં તૈયાર થયો છે ત્યારે તેમાં પણ વરસાદને લીધે ખેડૂતોને નુકશાની વેઠવી પડવાની છે.

હાલમાં કેટલોક માલ ખેતરોમાં અને માર્કેટયાર્ડમાં ખૂલ્લામાં પડયો છે. વરસાદથી માલ ની ગુણવત્ત્।ા ઘટી જતા ખેડૂતોને ઓછા ભાવ મળતા તેઓ માટે તો આ વર્ષે પડયા પર પાટુ માર્યા જેવો ઘાટ ઘડાશે. અતિવૃષ્ટિએ ચાલુ વર્ષે પાકમાં નુકશાની પહોંચાડયા બાદ હવે જયારે પાક લેવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પાછો વરસાદ આવી ચઢતા ખેડૂતોની રાતની ઉંદ્ય ઉડી ગઇ છે. વરસાદ ખેડૂતોની દિવાળી બગાડે તેવો સંજોગ ઘડાયો છે.

ખેતીવાડી ખાતાના અધિકારીઓના જણાવ્યા મુજબ તા.૧૫ ઓકટોબરથી તા.૧૫ નવેમ્બર સુધીમાં જો ૨ ઇંચથી વધુ વરસાદ પડે તો ખેડૂતોને મુખ્યમંત્રી કૃષિ રાહત પેકેજ હેઠળ વળતર આપવાની વિચારણા  થઇ શકે  છે. જોકે હાલમાં પડતો વરસાદ સાર્વત્રિક નથી, છૂટોછવાયો હોવાથી ખરીફ પાકોને ભારે નુકશાની થવાની શકયતા ઓછી છે.

હાલમા ંરાજયામાં ૭૦ ટકાથી વધુનો ખરીફ પાક લેવાઇ ગયો છે. પાછોતરૂ વાવેતર હોય તેવા કિસ્સામાં કાપણીવાળો માલ ખેતરમાં , ખૂલ્લામાં પડયો હોય તેવા કિસ્સમાં નુકશાની થશે. ઘાસચારો કાળો પડી જતા તેમાં કોવણ આવતા પશુઓ પણ તે ખાતા ન હોવાથી પશુપાલકોની પણ સ્થિતિ કફોડી બની જશે. આ વરસાદથી દિવેલા, તુવેર અને શાકભાજીને ફાયદો થશે. કપાસ, મગફળી અને ડાંગરને નુકશાની થશે. વળી અઠવાડિયા પછી રવી વાવેતર શરૂ થનાર હોવાથી ભેજવાળી જમીન મળી રહેતા બટાકા, ડુંગળી, લસણ અને ચણાના પાક માટે આ વરસાદ આશિર્વાદરૂપ પણ નીવડશે.

અમદાવાદ જિલ્લામાં ડાંગરનું મોટાપાયે વાવેતર થતું હોય છે. હાલમાં ખરીફ ડાંગરના પોષણક્ષમ ભાવ મળતા ન હોવાની ફરિયાદો ઉઠી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ડાંગરમાં મણે સરકારે ૩૬૭ રૂપિયા જેટલો ટેકાનો ભાવ જાહેર કર્યો છે. પરંતુ હાલમાં સરકાર દ્વારા ખરીદી થતી ન હોવાથી વેપારીઓ ખેડૂતો પાસેથી ૨૪૦ થી ૨૭૦ રૂપિયે ડાંગર ખરીદી કરે છે તેથી ખેડૂતોને નુકશાની થવા પામી છે. ડાંગરની ટેકાના ભાવ સરકારે ખરીદી કરવા તાત્કાલિક કેન્દ્રો ખોલવાની માંગણી ઉઠવા પામી છે.

(10:54 am IST)