Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

અમદાવાદમાં નવરાત્રીએ રોમિયોગીરી ભારે પડી :શહેરમાં 134 કેસ કર્યા :276 રોમિયોની ધરપકડ

ટીમમાં 250 મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં કરતી હતી મહિલાઓની સુરક્ષા

 

અમદાવાદ :નવરાત્રી દરમિયાન યુવતીઓને પરેશાન કરતાં યુવાનોને પકડવા માટે શહેર પોલીસ દ્વારા ખાસ એન્ટી રોમિયો સ્ક્વોર્ડ અને ડિકોય ટીમનું આયોજન કર્યું હતું. મહીલા પોલીસની ટીમમાં 250 જેટલી મહીલા પોલીસ સામેલ હતી. જે ટ્રેડિશનલ ડ્રેસમાં લોકોની વચ્ચે જઇને ગરબા રમતા અને અન્ય યુવતીઓ મહીલાની સુરક્ષા કરતાં હતાં. નવ દિવસમાં પોલીસે અલગ વિસ્તારમાં 134 જેટલા કેસ કર્યાં છે. તેમજ 278 જેટલા રોમિયોની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

સમગ્ર અમદાવાદ શહેરમાં રોમિયોગીરી કરતાં સૌથી વધુ રોમિયો રીવરફ્ર્ન્ટ પરથી પકડાયા છે. રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસએ 29 રોમિયો જ્યારે રિવરફ્ર્ન્ટ વેસ્ટ પોલીસએ 32 જેટલા રોમિયોની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા વર્ષે રોમિયોને પકડવા માટે મહીલા હેલ્પલાઇન 181ની 10 ટીમો જ્યારે સુરક્ષા સેતુની 5 ટીમો બનાવવામાં આવી હતી. જે પણ મહીલા હેલ્પ લાઇન પર સંપર્ક કરે કે તરત ટીમ મહીલા પાસે પહોચીને તેને મદદ કરતી હતી.

(10:21 pm IST)