Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

અમદાવાદમાં ઇનામ વિતરણની બાબતે થયેલ બબાલમાં 6 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની

અમદાવાદ:માં નવમા નોરતે સોસાયટીમાં રહીશો વચ્ચે ઇનામ વિતરણની બાબતે રકઝક થતાં 6 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા હોમટાઉન ખાતે નવમા નોરતાની રમઝટ ચાલી રહી હતી. ત્યારે અચાનક જ લ્હાણી બાબતે સોસાયટીના સ્વયંસેવક અને સહદેવ તોમર નામના શખ્સ વચ્ચે બોલાચાલી થઇ હતી. બોલાચાલી ઉગ્ર થતાં સોસાયટીના રહીશોએ વચ્ચે પડી મામલો થાળે પાડી દીધો હતો. ત્યારબાદ ફરી ગરબાની રમઝટ શરૂ થઇ હતી. પરંતુ એક કલાક બાદ જ્યારે સોસાયટીમાં ઇનામ વિતરણ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક જ સહદેવ તોમર તેમના સાથીઓ સાથે સોસાયટીમાં આવીને અચાનક જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

(5:06 pm IST)