Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

વાપી નજીક સલવાવ હાઇવે પર અમદાવાદ લઇ જવાતો 8.64 લાખનો દારૂનો જથ્થો પોલીસે અટકાવી ચાલકની ધરપકડ કરી

વા૫ી:નજીકના સલવાવ હાઈવે પર ગઈકાલે રાત્રે પોલીસે અમદાવાદ તરફ જઈ રહેલા ટેમ્પામાંથી રૂ.૮.૬૪ લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ચાલકની ધરપકડ કરી દારૂ ભરાવનારા શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. ટેમ્પા પર વી-ટ્રાન્સ કંપનીનું નામ ચીતરેલું હતું. વી-ટ્રાન્સના નામે દારૂની હેરાફેરી કરાતી હોવાનું બહાર આવ્યું હતું. ટેમ્પમાં ખાલી બોક્ષની આડમાં જથ્થો  સંતાડવામાં આવ્યો હતો.

લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વાપીના સલવાવ હાઈવે પર ઓવરબ્રીજ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન અમદાવાદ તરફ જઈરહેલા ટેમ્પા (નં.એમએચ-૦૪-ઈએલ-૩૭૮૩)ને અટકાવ્યો હતો. ટેમ્પાના પાછળના ભાગે તપાસ કરતા આગળથી ખાલી બોક્ષો મળી આવ્યા હતા. જો કે પાછળના ભાગે તપાસ કરતા દારૂની પેટીઓ મળી આવી હતી. બાદમાં ટેમ્પામાંથી દારૂની ૨૦૦ પેટીઓ ઉતાર્યા બાદ હાથ ધરેલી ગણતરીના અતે રૂ.૮.૬૪ લાખનો દારૂ તથા ટેમ્પો મળી કુલ રૂ.૧૪.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક પ્રમોદ ક્રિષ્ના આરૂડે (ઉ.વ.૩૮, રહે. કોકરડા, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી. 

(4:58 pm IST)