Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

કોંગ્રેસે સરદાર પટેલ અને આંબેડકરજી સાથે અન્યાય કરેલઃ ખેડૂતોના નામે ભ્રામક પ્રચાર

બારડોલીમાં એકતા યાત્રાના પ્રસ્થાન પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીના પ્રહારો

સુરત તા. ૧૯: રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઇ પટેલને આદરપૂર્ણ શ્રધ્ધાંજલિ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવેલું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે. સરદાર પટેલના જીવન કવન, સત્યાગ્રહો જેવા અનેક પ્રસંગો વિશેની માહિતી જન-જન સુધી પહોંચે તેવા આશયથી સરદાર પટેલની કર્મભૂમી બારડોલીથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે એકતા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જે નગરના સત્યાગ્રહ અને લગાન સામે ખેડૂતોની એકતાએ વલ્લભભાઇ પટેલને સરદાર સાહેબનું બિરૂદ અપાવ્યું તે સ્થળની મુલાકાતનું સૌભાગ્ય એ જીવનની એક સુભગ તક છે. તેમણે ઉમેર્યું કે, સરદાર સાહેબ દેશની એકતાનું પ્રતિક છે. દેશની એકતા માટે સરદાર સાહેબની કુનેહ અને પ્રતિબદ્ધતાને કારણે જ આજે દેશ એક અને અખંડ છે. જો સરદાર સાહેબ ના હોત તો દેશનો નકશો જ અલગ હોત. તેમ સ્પષ્ટપણે જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી ૧૮ર મીટરની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ સરદાર જયંતી ૩૧ ઓકટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે તે દિવસ રાષ્ટ્રના ઇતિહાસમાં મહત્વનો અને ઐતિહાસિક બનશે. આજથી સમગ્ર ગુજરાતમાં બે તબક્કામાં ૧૦ હજાર ગામડાઓમાં ફરશે અને સરદાર પટેલના જીવન અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી અંગે માહિતગાર કરવામાં આવશે.

વિજય રૂપાણીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

એકતા યાત્રાના પ્રારંભ બાદ મુખ્યમંત્રીના હસ્તે સૂર્યશકિત કિસાન યોજનાના ૧૧ કેવી ખલી, નાનીફળી અને ખાનપુર એમ ત્રણ ફિડરોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકારા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ખેડૂતોના નામે ભ્રામક પ્રચાર કરે છે. કોંગ્રેસ કોઇ દિવસ ટેકાના ભાવથી એક દાણા પણ ખરીદ્યો છે કે વાતો કરો છો ખેડૂતોની ભાજપ સરકાર બે વર્ષથી ટેકાના ભાવે ખરીદી કરી રહી છે અને આગામી માર્ચ મહિનામાં પહેલી વખત પીએમ મોદીએ શેરડીને પણ ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય પ્રથમ વખત કર્યો છે.

કોંગ્રેસની સરકારમાં  અન્યાય કરવામાં આવ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ ભારતના મહાનુભાવો ન્યાય આપી તેમના અંગે લોકોને માહિતીગાર કર્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વડાપ્રધાન મોદીની સરદાર પટેલને શ્રધ્ધાંજલી છે.  (૭.૩૧)

(3:36 pm IST)