Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

એકતા યાત્રાના રથમાં ભાજપના નેતાનો ફોટો મુકાશે તો ખેડૂતોને સાથે રાખી વિરોધ કરવા હાર્દિક પટેલની ચીમકી

અમદાવાદ :આજથી શરૂ થઇ રહેલી એકતા યાત્રાનો વિરોધ કરવાનુ હાર્દિક પટેલે ચીમકી આપી છે. રાજકોટમાં હાર્દિક પટેલે નિવેદન આપ્યુ છે. એકતા યાત્રામા રથની અંદર કોઈ ભાજપના નેતા કે ભાજપના નેતાનો ફોટો હશે તો તેનો વિરોધ કરવાની હાર્દિકે ચીમકી આપી છે

 હાર્દિક પટેલે ખેડૂતોને સાથે રાખી વિરોધ કરવાની ચીમકી આપી હતી. હાર્દિકે કહ્યુ હતુ કે  સરદાર સાહેબ ખેડૂતોની ચિંતા કરતા હતા. તેણે એકતા યાત્રા રથમાં ખેડૂતોના ફોટા મુકવા માંગ કરી હતી.

(12:31 pm IST)