Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

નોકરીઓમાં બિનઅનામત ઉમેદવારોની વયમર્યાદા વધારવા માટે જાહેર હિતની અરજી

વયમર્યાદામાં ૫ વર્ષનો વધારો કરવા માટેની માગ

અમદાવાદ તા. ૧૯ : જનરલ કેટેગરીના એટલે કે બિનઅનામત વર્ગના ઉમેદવારોને સરકારી નોકરીઓનો લાભ મળે તે હેતુસર તેઓની વય મર્યાદા વધારવા માટે બિનઅનામત આયોગના અધ્યક્ષે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં રજૂઆત કરી હતી.

સરકારીઓ નોકરીઓમાં જનરલ ઉમેદવારોની વયમર્યાદા વધારવા મુદ્દેની રજૂઆત કરનાર ગુજરાત રાજય બિનઅનામત આયોગના અધ્યક્ષ હંસરાજ ગજેરાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા બિનઅનામત આયોગની રચના કરવામાં આવી ત્યારથી સમાજના વિવિધ સંગઠનો દ્વારા જનરલ કેટેગરીના ઉમેદવારોની વય મર્યાદા વધારવા મારી પાસે ઘણી રજૂઆતો આવી છે. જેના પગલારૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

હાલમાં સરકારી નોકરીઓમાં વિવિધ વિભાગોમાં ભરતી માટે ૩૩થી ૩૫ની વય મર્યાદા છે, કે જેમાં જનરલ કેટેગરીના લોકો માટે ૫ વર્ષનો વધારો કરવા માટેની સામાજિક સંગઠનો અને ઉમેદવારોની માગ છે. તારીખ ૨૯ ઓકટોબરના રોજ આ અંગેની સુનવણી હાથ ધરવામાં આવશે.

 

(9:45 am IST)