Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું સીએમ હાઉસમાં શસ્ત્રપૂજન સુરક્ષાકર્મીઓ -પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ જોડાયા

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ શરૂ કરેલી પરંપરાને વિજયભાઈએ યથાવત રાખી

ગાંધીનગર :વિજયાદશમીએ શસ્ત્રપૂજાનું ખૂબ મહત્વ છે. ત્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અંગરક્ષકોના શસ્ત્રોની પૂજા કરવામાં આવી રહી છે. તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી દ્વારા શરુ કરવામાં આવેલી પરંપરાને મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ યથાવત્ રાખી છે. વર્ષ 2001માં નરેન્દ્ર મોદીએ સીએમ હાઉસ ખાતેથી શસ્ત્ર પૂજનની શરૂઆત કરી હતી. પ્રસંગે સરકારી અધિકારીઓ ઉપરાંત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વિજયાદશમીના અવસરે પરંપરા અનુસાર મુખ્યમંત્રી નિવાસસ્થાને શસ્ત્ર પૂજન સુરક્ષા કર્મીઓ સાથે કર્યું હતું  મુખ્યમંત્રીની સાથે સુરક્ષાવ્યવસ્થામાં સંકળાયેલા પોલીસકર્મીઓ- અધિકારીઓ  પણ શસ્ત્રપૂજનમાં જોડાયા હતા. પ્રસંગે સરકારી અધિકારીઓ ઉપરાંત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા છે.

(1:23 am IST)
  • સુરત:નાની અંબાજી ખાતેથી ગઇકાલે નીકળેલી રથયાત્રામાં બની અકસ્માત ઘટના:માતાજીના રથયાત્રા દરમ્યાન યુવક રથ પરથી નીચે પટકાયો:ઘટના બાદ લોકો વચ્ચે મચી નાશભાગ યુવક ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો access_time 4:34 pm IST

  • અમદાવાદ:સરદાર પટેલની જયંતીએ 22મી ઓક્ટોબરે એકતા યાત્રા વિષયે સ્પર્ધા યોજવા આદેશ:પરીક્ષાના સમયે શિક્ષણ વિભાગે કર્યો આદેશ:શિક્ષણ વિભાગના પરિપત્રથી આચાર્યો અને સચાલકોમાં નારાજગી:વેકેશન પૂર્ણ થયા બાદ સ્પર્ધાનું આયોજન access_time 8:37 pm IST

  • બેગુસરાયના ભાજપના સાંસદ ભોલાસિંહનું નિધન ; લાંબા સમયથી બીમાર હતા : રામમનોહર લોહિયા હોસ્પિટલમા દાખલ હતા :ભોલાસિંહ લેફ્ટના સમર્થનથી પહેલીવાર બેગુસરાયથી અપક્ષ ચૂંટાયા હતા : access_time 1:17 am IST