Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

બુલેટ ટ્રેન પરિયોજનામાં ૯૦ હજાર લોકોને મળશે રોજગાર

અમદાવાદ-મુંબઇ વચ્ચે ૬૪ ટકા જમીન સંપાદન કાર્ય પુરૃં

સુરત,તા. ૧૯: કોરોનાના કારણે દેશમાં બેરોજગારીનું સંકટ વધતુ જાય છે. ત્યારે મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનામાં ૯૦,૦૦૦ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગાર મળશે. આ માહિતી વડાપ્રધાના જન્મદિવસ પર એનએચએસઆરસીએલ એ આપી છે. જણાવઇ રહ્યું કે મહામારીના લીધે આ પરિયોજનાની નિવિદાઓ ખોલવામાં અને જમીન સંપાદનમાં મોડુ થયું છે.

અત્યાર સુધીમાં જમીન સંપાદનમાં ૬૪ ટકા કાર્ય પુરૂ થયું છે. તેનાથી લાગે છે કે આ પરિયોજના ડીસેમ્બર -૨૦૨૩ની નકકી કરાયેલ સમય સીમા સુધીમાં પુરી થવામાં મોડુ થશે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ (એનએચએસઆસરસીએલ)ની પીઆરઓ સુષ્મા ગૌરે જણાવ્યું કે અત્યાર સુધીમાં આ પરિયોજના માટે ૬૪ ટકા જમીન સંપાદિત થઇ ગઇ છે. તેમાં ગુજરાત અને દાદર નગર હવેલીમાં ૮૨ ટકા અને મહારાષ્ટ્રમાં ૨૩ ટકા જમીન સંપાદિત થઇ છે.

. આવી રીતે મળશે રોજગાર

આ પરિયોજનાના નિર્માણની કાર્યવાહી માટે ૫૧,૦૦૦થી વધુ ટેકનીશ્યનો, કુશળ અને અકુશળ કામદારોની જરૂર પડશે. ટ્રેક બિછાવવા માટે કોન્ટ્રાકટરના કાર્મચારીઓને ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે. આ ઉપરાંત ૩૪ હજારથી વધારે પરોક્ષ રોજગારના અવસર ઉભા થશે. ૪૬૦ કિમી લાંબી લાઇન, ૨૬ કિમી લાંબી સુરંગો બનાવવા  માટે ૭૫ લાખ ટન સીમેન્ટ અને ૨૧ લાખ ટન લોખંડ વપરાશે. જેના ઉત્પાદન માટે માણસોની જરૂરીયાત ઉભી થશે

. આવી રીતે મળશે રોજગાર

અધિકારીઓનું કહેવું છે કે મહારાષ્ટ્રના પાલધર અને ગુજરાતના સુરત અને નવસારી જેવા વિસ્તારોમાં જમીન સંપાદનમાં હજુ પણ મુશ્કેલીઓ પડી રહી છે. ઘણી જગ્યાએ જમીન સંપાદનના વિરોધમાં ગામડાઓ એક અઠવાડીયું તો કેટલીક જગ્યાએ ૧૫-૧૫ દિવસ સુધી બંધ રખાય છે.

બુલેટ ટ્રેન પરિયોજનામાં આ હશે

* ૪૬૦ કિમી લાંબી લાઇન

* ૨૬ કિમી લાંબી સુરંગો

* સમુદ્રમાં ૭ કિમી લાંબી સુરંગ

* ૨૭ સ્ટીલના પુલ

* ૧૨ સ્ટેશન

* અન્ય સહાયક સુપર સ્ટ્રકચર

(3:43 pm IST)