Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

સુરતના મહુવાના વાંસકુઈ ગામે નહેર ફળિયાના ખેતરમાં 9 ફૂટ લાંબો મહાકાય અજગર દેખાયો

ફ્રેન્ડ્સ ઓફ એનિમલના સભ્યએ પકડી જંગલમાં મુક્ત કર્યો

સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાસકુંઈ ગામે નહેર ફળિયામાં પ્રકાશ ભાઈ મહેતાના ખેતરમાં મહાકાય અજગર નજરે પડ્યો હતો.જે જોઈ મજૂરો ગભરાઈ ગયા હતા.

આ ઘટના અંગે ખેતર માલીક દ્વારા ફ્રેન્ડ્સ ઓફ એનિમલના સભ્યોને જાણ કરાતા ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અજગરને પકડી સ્થાનિકો ને ભય મુક્ત કર્યા હતા. આ અજગર 9 ફૂટ લાંબો અને 22 કિલો વજન હતો જેને જંગલ માં મુક્ત કરાયો હતો

(8:14 pm IST)