Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

હિંમતનગરના પરબડા પ્રાંતમાં રસ્તાની હાલત બિસ્માર બની: લોકોને અવરજવર કરવામાં હાલાકી

હિંમતનગર:પાસેના પરબડા ગ્રામ પંચાયતની હદમાં આવેલા જાહેર રસ્તાઓની હાલત ચોમાસા બાદ બિસ્માર બની ગયા છે.  આ પંચાયતના અનેક રોડ પરથી પસાર થાઓ ત્યારે વાહનચાલકોની કમરના સાંધા દુખવા માંડે છે. અને રાહદારીઓ તો આ રસ્તાઓ પર થઈને પસાર થવાનું ટાળી રહ્યા છે. પરંતુ ન છુટકે આવા ચિંથરેહાલ રસ્તા પરથી પસાર થવુ પડે છે ત્યારે પંચાયતના સત્તાવાળાઓની લાલીયાવાડીથી તેઓ નારાજ થઈને કંટાળી ગયા છે.

પરબડા ગ્રામ પંચાયતની હદના ેેસ્ટેડીયમથી પરબડા પંચાયતની હદમાં આવેલા આ ચિંથરેહાલ રોડની હાલત એટલી કફોડી બની ગઈ છ આ રોડની બંને સાઈડ આવેલા મકાનોમાં રહેતા લોકોને સવારે ઉેેઠતાની સાથે જ ખાડા દેવના દર્શન કરવા પડે છે. જે અંગે ેઆ વિસ્તારના લોકોએ પરબડા પંચાયતના સદસ્યોને અનેક વખત રજુઆત કરી હોવા છતાં તેઓ ખાલી આશ્વાસનો આપીને જતા રહે છે.

(5:45 pm IST)