Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

આણંદમાં રખડતા પશુઓની સમસ્યા શિરદર્દ સમાન બની: લોટીયા ભાગોળ વિસ્તારમાં પશુ પકડવા ગયેલ ટિમ પર માથાભારે શખ્સોનો જીવલેણ હુમલો કરતા અરેરાટી

આણંદ: શહેરમાં છેલ્લા ઘણાં સમયથી રખડતા પશુઓની સમસ્યા શિરદર્દ સમાન બની છે ત્યારે પાલિકા તંત્રની ટીમ દ્વારા છેલ્લા બે દિવસથી શહેરમાં રખડતા પશુઓને પાંજરે પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે આજે સવારના સુમારે શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં રખડતા પશુઓ પકડવા ગયેલ પાલિકાના એક કર્મચારી ઉપર બે માથાભારે ગોપાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટનાએ ભારે અફડા-તફડી મચાવી છે.

વધુમાં મળતી વિગતો મુજબ આણંદ શહેરના આણંદ-વિદ્યાનગર રોડ, મહેન્દ્ર શાહની હોસ્પિટલ, નવા બસ મથક, લોટીયા ભાગોળ સહિતના વિવિધ વિસ્તારોમાંથી રખડતા પશુઓની સમસ્યા વકરી છે. શહેરના માથાભારે ગોપાલકો દ્વારા પોતાના પશુઓ જાહેર રસ્તા ઉપર છુટા મુકી તંત્રના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જો કે પાલિકા તંત્ર પણ આવા માથાભારે ગોપાલકો સામે લાચાર બન્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનો મત જાગૃતોએ વ્યક્ત કર્યો છે. છેલ્લા બે દિવસથી નગરપાલિકાની ટીમ દ્વારા શહેરમાં રખડતા પશુઓને પાંજરે પુરવાની કામગીરી હાથ ધરાઈ છે. 

(5:44 pm IST)