Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ટેકનોએ સ્પાર્ક સીરીઝ લોન્ચઃ તહેવારોની મોસમની ખુશીઓમાં વધારો

અમદાવાદઃ  તહેવારોની મોસમમાં અગ્રણી સ્માર્ટફોન બ્રાન્ડ ટેકનો ઓલ ન્યુ સ્પાર્ક ૪ એર અને ટેકનો સ્પાર્ક ૪નો સમાવેશ થાય છે. આ સીરીઝ ભારતીય  ભારતીય ગ્રાહકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાઇ છે. તથા વિકસાવવામાં આવી છે. ભારત મહત્વપુર્ણ માર્કેટ છે. જયા લાખો ગ્રાહકોનો ચોથો હિસ્સો તેમનો પ્રથમ સ્માર્ટફોન ખરીદે છે. ટેકનો તેની સ્પાર્ક સીરીઝ સાથે એન્ટ્રી લેવલ સેગ્મેન્ટમાં સ્પર્ધાત્મક કિંમતે સારી કેમેરા ક્ષમતાઓ, વિશ્વસનીય  બેટરી, મોટા ડિસ્પલે ઓફર કરીને આ તકને હાંસલ કરી રહયું છે. આ મહિનાની શરૂઆતમાં બ્રાન્ડે ટેકનો સ્પાર્કના બે નવા ડીઝાઇઝ લોન્ચ કર્યા હતા. જેમા ટેકનો સ્પાર્કગો અને ટેકનો સ્પાર્ક ૪ એરનો સમાવેશ થાય છે. લોન્ચના ૧૫ દિવસમાં ટેકનો સ્પાર્ક ગો રૂ ૫૪૯૯ની સૌથી નીચી કિંમતે બેસ્ટ સેલીંગ ડોટ નોચ ડિસપ્લે સ્માર્ટફોન બન્યો છે. તહેવારોની મોસમની ખુશોઓમાં ઉમેરો કરાતા દરેક સ્પાર્કગો ખરીદકાર રૂ ૬૭૯૯ના મુલ્યના બ્લુટુથ ઇયરપીસ વિનામુલ્યે મેળવે છે.

આ ઉપરાંત તેની વિશિષ્ટ પ્રોમીસમાં એકવાર સ્ક્રીન રિપ્લેસમેન્ટ, ૧૦૦ દિવસમાં ફ્રી રિપ્લેસ્ટ અને તમામ ડીવાઇસ ઉપર એક મહિનાની એકસટેન્ટેડ વોરંટી સામેલ છે.  ઇન્ડિયા ફર્સ્ટના વ્યુહ સાથે ટેકનો પોતાના સ્પાર્ક ૪ સાથે ૬.૫૨ ઇંચ એચડીટી નોચ ડિસપ્લે અને સેગમેન્ટમાં સૌથી મોટી સ્ક્રીન ઓફર કરી રહયું છે. નવા લોન્ચ કરાયેલા સ્માર્ટફોનનો સેલ ૨૦ સપ્ટેમ્બરથી ઉપલબ્ધ બનશે. ટેકનો સ્પાર્ક ગો રૂ ૬ હજાર સેગમેન્ટમાં ભારતનો પ્રથમ સ્માર્ટફોન છે.

(4:07 pm IST)