Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

લ્યો કરો વાત! રૂપાણી કહે છે મંદી તો હવામાં છે!

મુખ્યમંત્રીના શબ્દોમાં 'તેજી': મંદીના સવાલનો હળવાશથી જવાબ

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર તા. ૧૯ :.. આજે સચિવાલય ખાતે રાજયના મુખ્યમંત્રીશ્રી અને ઉર્જા મંત્રીશ્રીની સંયુકત પત્રકાર પરિષદ બોલાવી હતી.

આ પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીએ સરકારની ઉર્જા ક્ષેત્રની સિધ્ધિઓની વાત દહોરાવી હતી. આ સિધ્ધિઓની વાત પુર્ણ થતાની સાથે જ પત્રકારો દ્વારા આર્થિક મંદીની બાબતે પુછવામાં આવતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે મંદી છે જ નહિ મંદી તો હવામાં છે. આમ કહેતા પત્રકારોમાં હાસ્યનું મોજુ દેખાયું હતું.

(3:28 pm IST)