Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

હિમાલયની ચારધામ યાત્રા દરમિયાન યમનોત્રિના દર્શના કરતા રવામી માઘવપિયદાસજી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજી ભક્તોના સમુદાય સાથે યમનોત્રી પધાર્યા હતા.

અહીના વિદ્વાન પંડિતજીએ સ્વામીજીના હસ્તે યમુનાજીનું વિધિવત પૂજન કરાવ્યું હતું. સ્વામીજીએ યમુનાજીનો મહિમા વર્ણવતા કહ્યું હતું કે, અહીંથી ઉતર દિશામાં ૧ ૮ કીલોમિટર દૂર કાલીન તપવંતમાંથી યમુનાજીનું પ્રાગટ્ય થાય છે એટલે યમુનાને કાલિન્દી કહેવાય છે. યમુનાજી સૂય પુત્રી છે, સૂર્યના પુત્રનું નામ યમરાજ છે. ભાઈબીજના પવિત્ર દિવસે યમરાજે બહેનને વરદાન આપ્યું છે કે તારા જળમાં સ્નાન કરે તે યમપાશથી મુકત થશે.

અહીથી બહેન યમુનાજી ગોકુલ-વૃંદાવન થઈને પ્રયાગરાજમાં પોતાની પ્રિય સખી ગંગાજીને મળે છે. ગોકુલ-વૃંદાવનમાં કાલીન્દ્રી નદીને કિનારે ભગવાન શ્રીકૃષ્ણએ ખૂબ લીલાઓ કરી છે. વેષ્ણવના ઘરેઘરમાં યમુના મહારાણીનું પૂજન થાય છે.

આપણે ગોકુલ-વૃંદાવન અને દિલ્હીમાં પણ યમુનાજીના દર્શન કર્યા છે. માણસે જાતે યમુનાજીને દુષિત કર્યા છે. સ્નાન કરતા પણ સંકોચ થાય તેવી યમુનાજળની દશા છે. અહીંયા જમનોત્રીમાં યમુનાજીનું જળ ખૂબ જ નિર્મળ છે. આપણે આપણી લોકમાતા સમાન આ નદીઓને પ્રદુષણથી મુકત કરવામાં મદદરૃપ થઈએ તો આપણી આ યાત્રા સફળ ગણાશે. અહીં પગે ચાલી આવનારા ભક્તજનોને હું વંદન કરું છું.

(1:04 pm IST)