Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

છોટાઉદેપુરના સાતેક તાલુકાના 1800 ખેડૂતોના શેરડીના 12 કરોડ ચૂકવવા દાયકાથી બાકી:ગાંધી જયંતિએ બોડેલીમાં પ્રતીક ઉપવાસ

 છોટાઉદેપુર:સરદાર સુગર ફેક્ટરીમાં સન  2007 -2008થી વિસ્તારના સાતેક તાલુકાના અઢારસો જેટલા ખેડૂતોએ આપેલી તેમની શેરડીના લગભગ ૧૨ કરોડ જેટલા નાણાં ચૂકવવાના  બાકી રહી ગયાં જે આજે  દસ દસ વર્ષ  પૂર્ણ થવા છતાં પણ બાકી હોય ખેડૂતોની બનેલી  ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા આગામી ગાંધી જયંતીના દિવસે બોડેલી પ્રાંત કચેરી, સેવાસદન સામે એક દિવસના પ્રતિક ઉપવાસ કરવાનો નિર્ણય કરી 10 ઓક્ટોબર સુધી કોઈ નિરાકરણ આવે તો ફરીથી છોટાઉદેપુર કલેકટરને આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલન કરવાનો ઠરાવ પસાર કર્યો હતો 

(12:29 am IST)
  • રાજકોટ રેન્જ આઇ.જી.પી સંદિપસિંહ દ્વારા આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા ચાર જવાનોને ફરજમાં બેદરકારી બદલ કર્યા સસ્પેન્ડ access_time 12:16 am IST

  • સુરેન્દ્રનગર નર્મદાની પેટા કેનાલમાં ગાબડું પડયું:લીંબડી તાલુકાના ભલગામડા અને મોટા ટીંબલા વચ્ચે નર્મદા પેટા કેનાલમાં ગાબડું:ગાબડું પડતાં ખેડૂતો માં રોષ access_time 10:43 pm IST

  • વલસાડમાં વિધર્મી યુવકે સોશીયલ મીડિયામાં હિંદુધર્મ વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરતા બબાલ: રોષે ભરાયેલા સ્થાનિકોએ વિવાદિત પોસ્ટ કરનાર યુવકને જાહેરમાં ચપ્પલનો હાર પહેરાવી ફેરવ્યો: ઘટનાની જાણ થતા પોલીસ દોડી :યુવકને પોલીસ સ્ટેશન લાવી વધુ તપાસ હાથ ધરી: વિવાદ વધતા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા:ઘટનાની જાણ થતાં હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓએ સીટી પોલીસ સ્ટેશન દોડ્યા access_time 12:16 am IST