Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

દેડીયાપાડા રહેવર નદીમાં ડુબી ગયેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: દેડીયાપાડા તાલુકાના જર ગામના નદીમાં ડૂબી ગયેલા યુવાનનો સીમમાંથી મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે
મળતી વિગતો અનુસાર દેડીયાપાડા રૂપસિંગ ભાઈ કાળુભાઇ વસાવાની ફરિયાદ મુજબ દિલીપભાઈ ઉર્ફે મિથુન રૂપસિંગ વસાવા (૩૧)( રહે. જર ગામ) નાઓ ખેતરે કામ કરી પરત ઘરે આવતા હતા ત્યારે રહેવર નદી માથી પસાર થતા વરસાદના લીધે નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં દિલીપભાઈ વસાવા પાણીના પ્રવાહમાં તણાઈ જતાં તેનો મૃતદેહ જર ગામની સીમમાંથી મળી આવ્યો હોય દેડીયાપાડા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

(10:25 pm IST)