Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

નડિયાદ તાલુકામાં ધમધમતા બે જુગારધામ પર પોલીસે દરોડા પાડી 14 શકુનિઓની ધરપકડ કરી

નડિયાદ:તાલુકામાં ચાલતા બે અલગ અલગ જૂગારધામ પર સ્થાનિક પોલીસે દરોડા પાડયા હતા. નડિયાદ તાલુકાના રાજનગરના ભાથીજીવાળા ફળિયામાં અને અલિન્દ્રાના વાલાપુરા ગામના એક મંદિર પાસે આવેલ ખુલ્લી જગ્યામાં રેડ પાડી હતી. બંને બનાવોમાં ચકલાસી પોલીસે કુલ ૧૪ વ્યક્તિઓ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચકલાસી સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નિકળી હતી તે સમયે બાતમી મળી હતી કે રાજનગર ગામના ભાથીજીવાળા ફળિયાની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક વ્યક્તિઓ પોતાના અંગત ફાયદા માટે હારજીતનો જૂગાર રમી રહ્યા છે. 

જે અન્વયે સ્થાનિક પોલીસે બાતમી આધારિત સ્થળે દરોડો પાડયો હતો.જેમાં અલ્પેશભાઇ ગોવિંદભાઇ પ્રજાપતિ,સંજયભાઇ ઉર્ફે ચકો ઉદેસિંહ ચૌહાણ,માહીરહુસેન હબબીમીયા મલેક,સકીરમીયા સત્તારમીયા મલેક,રમેશભાઇ નાગરભાઇ પરમાર,ઝહીરમીયા યાસીરમીયા મલેક,મિતેશકુમાર ઉર્ફે વિકો નટુભાઇ જાદવ અને રાજેન્દ્રભાઇ ઉર્ફે મેલો રયજીભાઇ જાદવને ઝડપી પાડયા હતા.ઉપરોક્ત આઠેય વ્યક્તિઓની અંગઝડતી કરતા રોકડ રૂા.૨૬૬૦,દાવ પરથી રૂા.૮૯૦ એમ મળી કુલ રૂા.૩૫૫૦ નો મૂદ્દામાલ જપ્ત  કર્યો હતો.

(5:45 pm IST)