Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

કલોલ તાલુકાના શેરીસા ગામે દારૂની ધમધમતી ભઠ્ઠિઓ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડી આઠ શખ્સોને ઝડપી પાડયા

કલોલ:તાલુકાના શેરીસા ગામે ગઈકાલે દેશી દારૃની ધમધમતી ભઠ્ઠીઓ ઉપર સ્ટટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડયા હતા અને આઠ જેટલા શખ્સોને પકડી પ૩ કેરબાઓમાં રહેલો દેશી દારૃ અને બે હજાર લીટર વોશ૧૧ વાહન અને મોબાઈલ મળી ૩.૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના આ દરોડાના કારણે સ્થાનિક પોલીસની ઉંઘ ઉડી ગઈ છે ત્યારે તેમની સામે પગલાં પણ લેવાય તેવું જાણવા મળી રહયું છે.

રાજયમાં હાલ દેશી વિદેશી દારૃની હેરાફેરી અને દારૃની ભઠ્ઠીઓ ઉપર કાર્યવાહીનો દોર ચાલે છે ત્યારે સ્ટેટ મોનીંટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના શેરીસા ગામે આનંદપરામાં રહેતો નાગજી ઉર્ફે નાગેશ શકરાજી ઠાકોર મોટા પાયે દેશી દારૃની ભઠ્ઠીઓ ચલાવે છે અને આ દારૃનો જથ્થો અમદાવાદના વાડજમાં રહેતા અજબસિંગ ઉર્ફે જેબુ કરતારસિંગ અઠવાલને પહોંચાડે છે જે બાતમીના પગલે પોલીસ ટીમે અહીં દરોડો પાડતાં મસમોટા મંડપ બાંધીને ધમધમતી દેશી દારૃની ભઠ્ઠીઓ મળી આવી હતી. પોલીસે પ૩ કેરબામાં ૧૮૫૫ લીટર દેશી દારૃબે હજાર લીટર વોશ૧૧ વાહનો૧૧ મોબાઈલ સાથે ૩.૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ગામેથી શેરીસાના શકરાજી માનસંગજી ઠાકોર ઉપરાંત અમદાવાદથી દારૃ લેવા માટે આવેલા નવા વાડજના જીતેન્દ્રસિંહ સુખવીરસિંહ નંદાસોનુભાઈ મહેશભાઈ ભેરબેલેપોપટજી મોહનજી ધોબીસુનિલ નવનાથ પાંડેવસ્ત્રાપુરના રમેશભાઈ સોમાભાઈ મીણાદીલીપભાઈ પંડિતભાઈ સુર્યવંશીજીવરાજપાર્કના રમેશ મોચીને ઝડપી લીધા હતા. આ સંદર્ભે સાંતેજ પોલીસ મથકમાં પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મસમોટી દારૃની ભઠ્ઠી ધમધમતી હોવા છતાં સ્થાનિક પોલીસને તેની ગંધ પણ આવી નહોતી અને સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડતાં હવે સ્થાનિક પોલીસ સામે પગલાં લેવાય તેમ પણ લાગી રહયું છે. 

(5:43 pm IST)