Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ગુજરાતમાં ૧ વર્ષમાં GSTનાં ૮૭,૦૦૦ રજીસ્‍ટ્રેશન રદ થયાં

દેશમાં GSTના રજીસ્‍ટ્રેશનમાં ૧૬,૧૬,૬૨૮ લાખનો ઘટાડો : અધિકારીઓની હેરાનગતિ કારણભૂત : રજીસ્‍ટ્રેશન કેન્‍સલ કરાવનારે નવા નંબરની અરજી કરી તો ૩ વર્ષની લેટ ફી માંગી : કોરોનાના કહેરને કારણે વેપાર ધંધાઓ તૂટયા

અમદાવાદ,તા.૧૯: કોરોનાના કહેરને પરિણામે ધંધા તૂટી પડતા ગુજરાતમાં ૨૦૨૦-૨૧ના નાણાંકીય વર્ષમાં ૬૧૦૬૪ અને ૨૦૨૧ના એપ્રિલથી ૧૫મી જુલાઈ ૨૦૨૧ સુધીમાં ૨૬૬૭૧ વેપારીઓએ તેમના રજિસ્‍ટ્રેશન રદ કરાવી દીધા છે. બીજી તરફ સમગ્ર દેશમાં  કોરોનાની અસર હેઠળ ૧૬,૧૬,૬૨૮ વેપારીઓએ તેમના જીએસટી રજિસ્‍ટ્રેશન રદ કરાવ્‍યા છે.

ગુજરાતમાં ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સનું રજિસ્‍ટ્રેશન ધરાવતા વેપારીઓની સંખ્‍યા ૧૫જ્રાક જુલાઈ ૨૦૨૧ના દિન સુધીમાં ૧૦.૭૩ લાખ પર આવી ગઈ છે. તેમાં ૧.૫૫ લાખ જેટલા નવા રજિસ્‍ટ્રેશનનો પણ સમાવેશ થાય છે.

રાઈટ ટુ ઇન્‍ફોર્મેશન હેઠળ આપવામાં આવેલી માહિતી મુજબ કોરોનાના કાળમાં વેપાર ન ચાલતા હોવાથી તેમના રિટર્ન ફાઈલ ન કરી શકેલા ૮,૨૦, ૪૮૧ વેપારીઓના ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ નંબર કેન્‍સલ કરી દેવામાં આવ્‍યા છે. તેની સામે ૭,૩૪,૪૦૫ વેપારીઓએ તેમના જીએસટી નંબર સરેન્‍ડર કરાવી દીધા છે.

જોકે જીએસટીના રિટર્ન વિલંબથી ભરવા બદલ લોકો પાસે કેટલી પેનલ્‍ટી વસૂલ કરવામાં આવી તે અંગે કોઈ જ માહિતી આપવામાં આવી નહોતી. આ માહિતી સીબીઆઈસી તરફથી આપવામાં આવશે તેમ જણાવીને માહિતી આપવાની જવાબદારી સીબીઆઈસીને માથે નાખી દેવામાં આવી હતી.

સૌથી આદ્યાતજનક બાબત તો એ છે કે વેટમાંથી જીએસટીમાં ટ્રાન્‍સફર થતી વખતે બધાં વેપારીઓએ આગોતરી વ્‍યવસ્‍થારૂેપે જીએસટીના નંબર લઈ લીધા હતા. ત્‍યારબાદ ટર્નઓવરની લિમિટની અંદર આવતા હોવાથી આ વેપારીઓએ તેમના નંબર એકાદ વર્ષમાં કેન્‍સલ કરાવી દીધા હતા.

આ નંબર કેન્‍સલ કરાવનારા વેપારીઓને ટર્નઓવર બેએક વર્ષમાં ફરીથી વધવા લાગતા તેમણે નવા રજિસ્‍ટ્રેશન નંબર માટે અરજી કરી છે. આ અરજી કરી ત્‍યારે જીએસટી કચેરી તેમની પાસેથી જૂના નંબરને જ રિવાઈવ કરવાનો આગ્રહ રાખી રહી છે.

જૂના નંબરને રિવાઈવ કરવા માટે પેનલ્‍ટી તરીકે મોટી રકમ ભરવાની આવી રહી છે. પરંતુ આ નવી અરજી કરનારાઓને જીએસટી અધિકારીઓ ગાંઠતા જ નથી. પરિણામે વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. આ સ્‍થિતિમાં હજારો વેપારીઓ તેમના નવા નંબર આવે તની રાહ જોઈ રહ્યા છે.  બીજીતરફ જીએસટીનું રિટર્ન ફાઈલ કરવાની રોજની એસજીએસટીની રૂા. ૫૦ અને સીજીએસટીની રૂા. ૫૦ પનલ્‍ટી કરવામાં આવે છે.

આ રિટર્ન ફાઈલ કરવામાં એક મહિનાથી વધુ વિલંબ થાય તો તે માટે રૂા. ૧૦,૦૦૦ જેટલી માતબર રકમની પેનલ્‍ટી ભરવી પડે છે. એક તરફ ધંધા થતાં ન હોય, રિટર્ન ભરવા માટે જઈ શકાતું પણ ન હોય તેવા સંજોગમાં પણ વેપારીઓને માથે મોટી પેનલ્‍ટીનો બોજ આવ્‍યો છે. તેથી તેમણે તેમના જીએસટી નંબર કેન્‍સલ કરાવ્‍યા છે. 

બીજું, નવા રજિસ્‍ટ્રેશન માટે અરજી કરનારાઓની અરજીઓનો સાત દિવસમાં નિકાલ કરીન ેતેમને નંબર આપી દેવાનો નિયમ હોવા છતાંય સ્‍થળ તપાસ કરવાની મુદત લંબાવીઆપવામાં આવતા બે બે ત્રણ ત્રણ મહિનાઓ સુધી વેપારીઓને રજિસ્‍ટ્રેશન મળતા નથી.

ધંધા ચાલુ કરી દીધા પછી પણ તેમના રજિસ્‍ટ્રેશન નંબર જ આવતા ન હોવાથી જૂની તારીખમાં કરવામાં આવેલા ધંધાના બિલ પર ચૂકવેલી ઈનપુટ ટેક્‍સ ક્રેડિટ પણ મળી શકતી નથી. આમ જીએસટી સરળ ટેક્‍સ હોવો જ જોઈએ, પણ અધિકારીઓના જક્કી વલણને પરિણામે સંખ્‍યાબંધ વેપારીઓની જફા વધી ગઈ છે.

(10:30 am IST)