Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

'લોન' પર ચાલતી સરકાર : છેલ્લા બે વર્ષમાં ૬પ૦૦૦ કરોડ લીધા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૯ : રાજય સરકારે બજારમાંથી લીધેલ લોન અને તેના પર ચૂકવેલ વ્યાજ અંગે કોંગ્રેસના અશ્વિન કોટવાલના પ્રશ્નના ઉત્તરમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, તા. ૩૧-પ-૧૯ની સ્થિતિએ સરકારે છેલ્લા બે નાણાકીય વર્ષમાં રૂ. ૬પ૦૦૦ કરોડની લોન લીધી છે.

આ લોન જે બજારમાંથી લીધી છે તેની મુદ્દત પ થી ૧૦ વર્ષની છે. આ લોન પર ૭.૧૭% થી ૮.૭૯% વ્યાજના દરથી ચૂકવવામાં આવે છે.

(3:38 pm IST)