Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

વડોદરાની ટ્રાન્સજેન્ડર યુવતીને સુરત જેલમાં બંધ યુવકે પ્રેમસંબંધ બાંધવા માટે કર્યું દબાણ : હત્યાની આપી ધમકી

સામયિકમાં તસ્વીર જોઈને સુરતનો યુવક પ્રેમમાં પડ્યો : સારા મિત્રો બન્યા બાદ હવે પ્રેમ કરવા દબાણ

વડોદરાની એક ટ્રાન્સજેન્ડર યુવતીએ સુરતના એક યુવક સામે ફરિયાદ દાખલ કરી છે.કે સુરતની જેલમાં બંધ એક વ્યક્તિ ફોન પર સતત તેને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરે છે. અને તે જો વ્યક્તિની વાત નહીં માને તો હત્યાની પણ ધમકી આપી છે. ટ્રાન્સજેન્ડર શહેરના નવાપુર વિસ્તારમાં રહે છે . મળતી માહિતી પ્રમાણે એક સામયિકમાં સ્વરૂપવાન ટ્રાન્સજેન્ડરની તસવીર જોયા બાદ સુરતનો વ્યક્તિ તેના પ્રેમમાં પડી ગયો હતો. વડોદરાની ટ્રાન્સઝેન્ડર ઝોયાખાન મોડલિંગ કરે છે. ઝોયાખાને સુરતના સાકીર નામના વ્યક્તિ સામે ફરિયાદ આપી છે.

  ફરિયાદ પ્રમાણે 2018ના વર્ષમાં તેની એક તસવીર એક સામયિકમાં છપાઈ હતી. આ તસવીર જોયા બાદ સુરતનો સાકીર તેના પ્રેમમાં પડી ગયો હતો.બાદમાં બંને સંપર્કમાં આવ્યા હતા અને સારા મિત્રો બની ગયા હતા. જોકે, સમય જતાં સાકીરે ઝોયા સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઝોયા પોતે ટ્રાન્સઝેન્ડર હોવાથી તેણે સાકીરનો પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો.

   પ્રેમ સંબંધના ઇન્કાર બાદ સાકીર સતત ઝોયાને ફોન કરીને પ્રેમ માટે દબાણ કરતો હતો. 16મી જુલાઈના રોજ સાકીરે ફરી ઝોયાને ફોન કરીને જોઈ લેવાની ધમકી આપી હતી. આ મામલે નવાપુર પોલીસે ઝોયાની અરજી બાદ તપાસ શરૂ કરી છે.

(12:13 pm IST)