Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ભારે વરસાદની આગાહી બાદ તંત્ર સંપૂર્ણ સાવધાન

ભારે વરસાદની આગાહીને લઇ તંત્ર એલર્ટ પર : તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાઓ લેવામાં આવ્યા

અમદાવાદ, તા.૧૯ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં  ભારે વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. હવામાન  વિભાગે ગુજરાતમાં હજુ ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે  આણંદ, વડોદરા, ડાંગ, તાપી, ભરૂચ, સુરત, પંચમહાલ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે તો, વલસાડ અને નવસારી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરાઇ છે. હવામાન ખાતાની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ મેઘમહેર જારી રહેશે. દરમ્યાન હવામાન ખાતાની ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇ રાજય સરકાર દ્વારા તંત્રને હાઇ એલર્ટ પર રખાયું છે અને કોઇપણ પરિસ્થિતને પહોંચી વળવા અને રાહત અને બચાવની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવા નિર્દેશો જારી કરાયા છે. હવામાન ખાતાની આગાહી મુજબ, સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર અને બોટાદ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શકયતા છે. આ જ પ્રકારે ગીર સોમનાથ, જુનાગઢ અને દીવમાં પૂર પ્રકોપ સર્જે એવો વરસાદ પડી શકે છે.  આવતીકાલે તા.૨૦ જુલાઈના રોજ ડાંગ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, બોટાદ અને દીવના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે.

(8:37 pm IST)
  • કચ્છના ભચાઉમાં રાત્રે ભુકંપના આચકાઃ ભચાઉ નજીક ગઇ રાત્રે ૨ વાગે ૩.૪ની તીવ્રતાનો હળવો ભુકંપનો આંચકો આવ્યો હતો. વરસાદના ઝાપટા વચ્ચે ભુંકપના આચકાથી લોકો ભયભીત બન્યા હતા access_time 11:35 am IST

  • 21મીએ જીએસટી કાઉન્સિલની બેઠક :સરકારની આવક ઘટે નહીં તેવી વસ્તુમાં ઘટાડશે દર :હેન્ડિક્રાફ્ટના 40 વસ્તુઓ,32 સર્વિસ અને 35 ચીજના દરમાં ઘટાડો થવાની ધારણા access_time 11:56 pm IST

  • ગ્રેટર નોઈડાના બિલ્ડીંગ ધરાશયી થતા મૃત્યુઆંક આઠ થયો :એનડીઆરએફની ટીમે કાટમાળમાંથી વધુ એક મૃતદેહ બહાર કાઢ્યો :મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને 2 - 2 લાખ અને ઘાયલોને 50 હજારની મદદની જાહેરાત કરી :આ મામલે બે અધિકારીઓને સસપેન્ડ કરી દીધા છે access_time 1:01 am IST